Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સુરત:અડાજણ વિસ્તારમાં બેંકમાં પૈસા ઉપાડવા ગયેલ શખ્સના હાથમાંથી 48 હજાર આંચકી ગઠિયો રફુચક્કર

સુરત: શહેરના વાડી ફળિયાની સ્ટોર શેરીમાં રહેતા અને ઘરમાં જરીકામ કરતા ભરત ચમીનલાલ જરીવાલા (ઉ.વ. 44) તેમના પિતા ચીમનલાલ જરીવાલા (ઉ.વ. 60) અને પુત્રી અપેક્ષા (ઉ.વ.10) સાથે અડાજણ મેઇન રોડ સ્થિત સંઘવી ટાવરમાં આવેલી ઇન્ડિયન બેંકમાં રોકડ ઉપાડવા ગયા હતા. 

ભરતે બેંકમાંથી રોકડા રૂા. 1.12 લાખ ઉપાડી પોતે ગણતરી કર્યા બાદ પિતા ચીમનલાલને ગણતરી કરવા આપ્યા હતા. તે દરમ્યાન બે ભેજાબાજે પિતા-પુત્રને વાતચીતમાં બેધ્યાન કર્યા હતા. 

દરમ્યાન એક ભોજાબાજે ચીમનલાલને તમે પૈસા બરાબર ગણતા નથી, નોટ ઉંધી કરીને ગણતરી કરો તો નોટ ખરાબ હોય તો ખબર પડી જશે એમ કહી બેધ્યાન કરી 2 હજારના દરની 56 નોટ પૈકી 24 નોટ રૂા. 48 હજારની મત્તા આંચકીને ગઠિયો ભાગી ગયો હતો. 

(6:06 pm IST)