Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વડોદરાના ગોરવા સમતા વિસ્તારમાં અજાણ્યા શખ્સે તીક્ષણ હથિયારના ઘા જીકી યુવકને મોતનેઘાટ ઉતારતા હત્યાનો ગુનો દાખલ

વડોદરા:શહેરના ગોરવા સમતા વિસ્તારમાં આવેલ નારાયણ નગરમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે અજાણ્યા શખ્સે ગઈકાલે રાત્રે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકનું મોત નિપજાવનાર લક્ષ્મીપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મૃત્યુ પામનારનો ભત્રીજો હત્યારો નીકળતા પોલીસે શંકાસ્પદ દિપેન્દ્ર પાંડેની પૂછપરછ હાથ ધરી છે.

વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ નારાયણ નગરમાં રહેતી મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે હું ઘરે હાજર હતી તે વખતે બાજુમાં રહે તો છોકરો દિપેન્દ્ર પાંડે દાદરમાં બેસીને રડી રહ્યો હતો. જેથી તેને પૂછતા જણાવ્યું હતું કે મારા કાકા ને કોઈકે મારી દીધા છે અને મેં બહાર આવી જોયું તો લાકડાનો દરવાજો ખુલ્લો હતો અને  લોહીલુહાણ હાલતમાં એક વ્યક્તિ ઉંધામાથે ઘરમાં પડયો હતો. જેથી તેઓએ પોલીસને જાણ કરતાં લક્ષ્મીપુરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તપાસ કરતા ચપ્પુ જેવા હથિયારથી યુવકના ઘા ઝીંક્યા હોવાનું બહાર આવ્યું હતું. કિસ્સામાં પોલીસે તપાસ કરતા ભત્રીજા દિપેન્દ્ર પાંડેએ તેના કાકા અમરેન્દ્ર પાંડેની હત્યા કર્યાની આશંકા જણાવતા પોલીસે દિપેન્દ્ર પાંડેની પૂછપરછ હાથ ધરી છે

(6:02 pm IST)