Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

લાર્સન એન્ડ ટુબ્રોનેઃ દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો કૉન્ટ્રાક્ટ રાખી, 7 કંપનીને રેસમાં પાછળ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે L & T એ લગાવી સૌથી ઓછી બોલી : બુલેટ ટ્રેન બનતાં અમદાવાદ થી મુંબઈનું અંતર 2 કલાકમાં કપાશે : મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારીમાં જમીન અધિગ્રહણ મુદ્દે કોકડું ગુંચવાયું

અમદાવાદ/મુંબઈ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટૂબ્રો (L &T) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનામાં (India Bullet Train Project) સૌથી ઓછી બોલી લગાવનારી કંપની બનીને સામે આવી છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRL) જાણકારી આપી છે કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજના (India Bullet Train Project) માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની ટૉપ કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ સૌથી ઓછી બોલી લગાવી છે. જણાવી દઈએ કે, લાર્સન એન્ડ ટૂબ્રોએ બોલી 237 કિલોમીટર લાંબા રૂટની ડિઝાઈન અને નિર્માણ માટે લગાવી છે. બુલેટ ટ્રેન પરિયોજના (India Bullet Train Project) મુંબઈ અને અમદાવાદ વચ્ચે બની રહી છે. જેનું કુલ અંતર 508 કિલોમીટર છે.

લાર્સન એન્ડ ટુબ્રો કૉન્ટ્રાક્ટ મેળવવાની રેસમાં સૌથી આગળ
પ્રાપ્ત વિગતો મુજબ, કૉન્ટ્રાક્ટ 24,985 કરોડ રૂપિયાનો છે. જે લાર્સન એન્ડ ટૂબ્રોને મળવાની શક્યતા છે. નોંધનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન પરિયોજના (India Bullet Train Project) છે. જેને જાપાનની મદદથી બનાવાઈ રહી છે.

NHSRL પોતાના એક નિવેદનમાં જાણકારી આપી છે કે, 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પર 237 કિમી લાંબા રૂટની ડિઝાઈન અને નિર્માણ માટે આજ ફાઈનાન્સિયલ બિડ્સને ઓપન કરવામાં આવી હતી. જેમાં લાર્સન એન્ડ ટૂબ્રોએ સૌથી ઓછી બોલી લગાવી હતી.

કંપનીઓ પણ હતી રેસમાં
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ અંગે (India Bullet Train Project) જાણકારી આપવામાં આવી છે કે, કંપ્ટીટિવ બિડિંગમાં કુલ 7 કંપનીઓએ ભાગ લીધો હતો. અન્ય કંપનીઓમાં એફકૉન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ઈરકૉન ઈન્ટરનેશનલ લિમિટેડ અને JMC પ્રોજેક્ટ્સ ઈન્ડિયા લિમિટેડના એક ગ્રુપ સિવાય NCC લિમિટેડ, ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ અને જે.કુમાર ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડનું બીજુ ગ્રુપ પણ સામેલ રહ્યું હતું.

જણાવી દઈએ કે, ટેન્ડર માટે 23 સપ્ટેમ્બરે ટેક્નિકલ બિડ્સ ખોલવામાં આવી હતી. જે બાદ એક મહિના કરતાં પણ ઓછા સમયમાં ફાઈનાન્સિયલ બિડ્સને ઓપન કરવામાં આવી હતી.

જાપાની કંપની કરી રહી છે ફંડિંગ
ટેન્ડર અંતર્ગત વાપી અને વડોદરા વચ્ચે 237 કિલોમીટર લાંબા કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે. જેમાં 4 રેલવે સ્ટેશન વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ સામેલ છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોર (India Bullet Train Project) પર કુલ 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આંકવામાં આવ્યો છે. જેના માટે જાપાન ઈન્ટરનેશનલ કો-ઑપરેશન એજન્સી દ્વારા ફંડિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

પ્રોજેક્ટનું (India Bullet Train Project) કામ ડિસેમ્બર-2023 સુધીમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે, પરંતુ હવે તેમા થોડો વિલંબ થઈ શકે છે કારણ કે, મહારાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારી જેવા વિસ્તારોમાં હજુ પણ જમીન અધિગ્રહણ સાથે સંકળાયેલા મુદ્દે સમસ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર મુંબઈ થી અમદાવાદ વચ્ચે કામ ચાલી રહ્યું છે. કૉરિડોર પર બુલેટ ટ્રેનની સ્પીડ 350 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. એટલે કે, મુંબઈથી અમદાવાદ માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે. હાલ મુંબઈ થી અમદાવાદ વચ્ચેનું અંતર કાપતા ટ્રેનમાં 7 થી 8 કલાક અને ફ્લાઈટમાં 1 કલાક થાય છે.

(5:59 pm IST)