Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ડુંગળી-બટેટાના ભાવો સતત વધતા જતા ગૃહિણીઓમાં દેકારોઃ કિલોએ પ થી ૧૦નો ઉછાળો

ડુંગળી એક કિલોના ભાવ વધીને ૬૦ થી ૮૦ અને બટેટાના ભાવ ૪પ થી પપ રૂ. થયાઃ લીલા શાકભાજીના ભાવો ઘટયા પણ બટેટા-ડુંગળીના ભાવો વધતા ગૃહિણીઓના બજેટ અસ્તવ્યસ્ત : કાળા બજારીયાઓની કરામત કે ખરેખર અછત? તંત્ર તપાસ કરશે?

રાજકોટ તા. ર૦ :.. દરેક પરિવારો માટે થાળીમાં રોજીંદા ઉપયોગ સમાન ડુંગળી - બટેટાના ભાવો સતત વધતા જતા હોય ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. લીલા શાકભાજીના ભાવોમાં ગૃહીણીઓને માંડ રાહત મળી છે ત્યારે ડુંગળી-બટેટાના સતત વધતા જતા ભાવોથી અનેક ગૃહિણીઓના બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયા છે.

ડુંગળી - બટેટાના ભાવોમાં દિન - પ્રતિદિન ભાવ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિ' માં ડુંગળી અને બટેટામાં કિલોએ પ થી ૧૦ રૂ.નો ભાવ વધારો થયો છે. રાજકોટમાં આજે ડુંગળીના રપ૦૦ કટ્ટાની આવક હતી. ડુંગળી એક પણ (ર૦ કિલો)ના  ભાવ ૯૦૦ થી ૧૩૦૦ હતાં. હોલસેલમાં ડુંગળી એક કિલોના ભાવ ૪પ થી ૬પ રૂપિયા અને છૂટકમાં ૬૦ થી ૯૦ રૂ. માં વેચાઇ છે. છેલ્લા ત્રણ દિ'માં ડુંગળીમાં કિલોએ પ થી ૧૦ રૂ.નો ભાવ વધારો થયો છે.

ડુંગળીની સાથે બટેટાના ભાવો પણ સતત વધી રહ્યા છે. બટેટા એક મણ (ર૦ કિલો)ના ભાવ ૬૦૦ થી ૭પ૦ રૂ. છે. રાજકોટ યાર્ડમાં બટેટાની ર૪ર૦ કિવીન્ટલની આવક હતી. હોલસેલમાં બટેટા એક કિલોના ભાવ ૩૦ થી ૪૦ અને છૂટકમાં ૪૦ થી પપ રૂ.ના ભાવે વેચાઇ રહયા છે. છેલ્લા ત્રણ દિ' માં બટેટામાં કિલોએ પ થી ૧૦ રૂ.નો ઉછાળો થયો છે.

વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ડુંગળી અને બટેટાના પાકને મોટુ નુકશાન થયું છે. અને હાલમાં બિયારણ માટે ડુંગળી અને બટેટાની મોટાપાયે ખરીદી થઇ રહી હોય સતત ભાવ  વધારો થયો છે. ડુંગળી અને બટેટાના નવા પાકને હજુ ઘણો સમય હોય અને તેના કારણે પણ ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

સતત ભાવ વધારાના પગલે ડુંગળી અને બટેટાની બજારમાં ખરેખર અછત છે કે કાળાબજારીયાઓની કમાલ છે ? તે અંગે તંત્રએ તપાસ કરવી તાકિદે કડક પગલા ભરવા જોઇએ તેવી લોકોમાં માગણી ઉઠી છે.

(2:52 pm IST)