Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પત્ની સાથે શારીરિક સબંધનો ખાર રાખી વડોદરાના હોટલ માલિકે ઝારખંડ જઈને પિતરાઈને પતાવી દીધો

વડોદરા પરીક્ષા આપવા આવેલ માસીના દીકરા રણજિતે અર્જુન મંડલની પત્ની સાથે શારીરિક સબંધ બાંધ્યો:જાણ થતા હજારીબાગ પહોંચી હત્યા કરીને મૃતદેહને રોડની સાઈડ પર ફેંકી દીધો : વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝારખંડની ચરહી પોલીસને હવાલે કરાયા

વડોદરા: પોલીસે હત્યારા હોટલ માલિકે તેના એક સાથીદાર તથા તેની પત્નીની ધરપકડ કરીને ઝારખંડ પોલીસને હવાલે કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના હરીનગર બ્રીજ પાસે આવેલી સ્વાગત રેસ્ટોરન્ટ ધરાવતા અર્જુનપ્રસાદ શ્યામલાલ મંડલ ઝારખંડના ગીરડી જિલ્લાના ભાગોદરના વતની છે. તેમના માસીના દિકરો રણજીત વડોદરામાં પરીક્ષા આપવા માટે તાજેતરમાં આવ્યો હતો.

આ દરમિયાન રણજીતે અર્જુન મંડલની પત્ની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો.આ અંગેની જાણ થતાં અકળાયેલા અર્જુન મંડલ વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં ચકલી સર્કલ પાસે ગેરેજ ચલાવતાં દિપક ખેંગારભાઇ બાવરવાને લઈને ઝારખંડના હજારીબાગ પહોચી ગયો હતો.અર્જુનની હોટલમાં કામ કરતાં વિષ્ણુભાઈની કાર લઈને હજારીબાગ પહોંચેલ અર્જુન મંડળે 7 તારીખે રાત્રે 11 વાગે રણજીતની સાથે ફરવા નીકળ્યો હતો.

 

અર્જુન કાર ચલાવતો હતો. તેની બાજુમાં રણજીત બેઠો હતો. જ્યારે દિપક પાછળની સીટ પર બેઠો હતો. આ દરમિયાન આયોજન મુજબ દિપકે નાઈલોનની દોરીથી રણજીતનું ગળું દબાવીને ચાલુ ગાડીએ જ રણજીતની હત્યાકરીને મૃતદેહને રોડની સાઈડ પર ફેંકી દીધો હતો.

 

ત્યારબાદ બન્ને વડોદરા પરત આવી ગયા હતા. આ ઘટના અંગેની વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને જાણ થઈ હતી. આ બંન્નેને તેમજ માલતી અર્જુન મંડલને પણ ઝડપીને ઝારખંડના ચરહી પોલીસ સ્ટેશનને જાણ કરીને તેમના હવાલે કર્યા હતા

(1:03 pm IST)