Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અતિવૃષ્ટિ સહાય માટે ૧૪ લાખ ખેડૂતો નોંધાયાઃ ૧.૭૩ લાખને ૧૩૭ કરોડ ચૂકવાયા

તાજેતરના વરસાદથી થયેલ નુકશાનીના વળતર અંગે હજુ કોઇ નિર્ણય નહિ

રાજકોટ તા. ર૦ :.. રાજય સરકારે ગયા મહિને થયેલા વધુ વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે રૂ. ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કરેલ તેનું ચુકવણુ પહેલા નોરતેથી શરૂ થયું છે. જોકે નોરતામાં થયેલ વરસાદથી ખેડૂતોને નુકશાન થયુ હોય તેના વળતર બાબતે સરકારે કોઇ નિર્ણય જાહેર કર્યો નથી.

રાજયના કૃષિ અને સહકાર સચિવશ્રી મનીષ ભારદ્વાજે જણાવ્યા મુજબ અતિવૃષ્ટિ સહાય માટે અત્યાર સુધીમાં ૧૩.૯૮ લાખ ખેડૂતોની ઓનલાઇન અરજી આવી છે.

તે પૈકી મંજૂરીની પ્રક્રિયા પુર્ણ કરી આજે સવાર સુધીમાં ૧,૭૩,ર૩પ ખેડૂતોને રૂ. ૧૩૭.૭૩ લાખ ચુકવાઇ ગયા છે. તા. ૩૧ સુધીમાં મળવાપાત્ર તમામ ખેડૂતોને સહાય ચુકવી દેવાનો લક્ષ્યાંક છે.

(11:41 am IST)