Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પાટણના કોલીવાડામાં શિક્ષકોની નવી પહેલ : ઘરે-ઘરે જઈ બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ

ફરતી શાળા શરૂ કરીને વિદ્યાર્થીઓના હીતમા શિક્ષકો કરી રહ્યાં છે ઉત્તમ કામગીરી

પાટણ જિલ્લાના અંતરિયાળ અને પછાત વિસ્તાર ગણાતા સાંતલપુર તાલુકાના કોલિવાડા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષકોએ ફરતી શાળા શરૂ કરી છે. જેમાં શિક્ષકો ગામના મહોલ્લાઓ અને શેરીઓમાં જઈ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. શિક્ષકોની આ કામગીરીની ગામલોકો સરાહના કરી રહ્યા છે.

   પાટણ જિલ્લાના અંતરિયાળ અને પછાત ગણાતા સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઇન પધ્ધતિથી શિક્ષણ આપવામા આવી રહ્યું છે. પરંતુ જે વર્ચ્યુઅલ ક્લાસરૂમ બાળકોને મુદ્દાઓ સમજી શક્યા ન હોય તે માટે શિક્ષકોએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં શિક્ષકો દ્વારા શાળા શરૂ કરવામાં આવી છે. શિક્ષકો બાઈક ઉપર શાળાનું બોર્ડ લગાવી ગામના વિવિધ મુદ્રાઓ અને શેરીઓમાં જઈ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.

  પાટણ જિલ્લાના અંતરિયાળ એવા કોલીવાડા ગામમાં કોરોના મહામારીમા પણ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા દરરોજ બાઈક ઉપર શેરીઓમાં જઈ બાળકોને જે રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષકોની બાળકો પ્રત્યેની આવી ઉમદા લાગણીની ગામના લોકો પણ સરાહના કરી રહ્યા છે.

  કોલીવાડા ગામમાં શિક્ષકો ઓનલાઇનના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસ દ્વારા બાળકોએ જે શિક્ષણ મેળવ્યું છે. તેનુ મૂલ્યાંકન કરવા માટે અનોખી પહેલ કરી ફરતી શાળા શરૂ કરી છે. જેમાં બાળકોને ઘેર ઘેર જઈ શિક્ષણ આપી રહ્યાં છે.

(11:40 am IST)