Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પોપ્યુલર બિલ્ડર પછી હવે બિલ્ડર, ફાર્મા કંપની, શરાફો પર ITની બાજ નજર

આવકવેરા વિભાગ અમદાવાદ સહિત રાજયભરમાં સર્વે અને સર્ચની કામગીરી વધારી દેશે

અમદાવાદ,તા. ૨૦: પોપ્યુલર બિલ્ડર ગ્રુપને ત્યાં આઇટીના અધિકારીએ મેગા ઓપરેશન કરીને ૨૫૦ કરોડના બેનામી વ્યવહારો શોધી નાખ્યા છે ત્યારે નજીકના દિવસોમાં ફોર્મા કંપનીઓ ,બિલ્ડરો અને શરાફી પેઢીઓ આઇટીની નજરમાં આવી ગઇ છે. નોટબંધી બિલ્ડરો શરાફી પેઢીઓની મદદ મોટાપાયે કાળા બજાર કર્યા હોવાનુ આઇટીના ધ્યાનમાં આવ્યુ છે.કારોના ભયના કારણે માર્ચ મહિનાથી સપ્ટેમ્બર સુધી મોટા દરોડા પાડી શકાયા નહતા પરંતુ હવે આઇટી વિભાગ કરચોરોને પકડવા સજ્જ થઇ ગયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

લોકડાઉન દરમ્યાન ફાર્મા કંપનીઓ મડિસીન, સેનિટાઇઝર સહિતની કેટલીક ચીજવસ્તુઓનું મોટાપાયે ઉત્પાદન કરીને ચોપડે ઓછી કિમંત દર્શાવી હોવાનું આઇટીના ધ્યાનમાં આવ્યુ છે એટલુ જ નહીં વિદેશમાં એકસપોર્ટ પણ મોટાપાયે કરાયું છે.

આવકવેરા વિભાગ અમદાવાદ સહિત રાજયભરમાં સરવે અને સર્ચની કામગીરી વધારી દેશે.બાતમીદારોએ પણ આવકવેરા વિભાગની કચેરીમાં આટાફેરા મારવાના શરૂ કરી દીધા છે.નોટબંધી દરમ્યાન ખેડૂતો પાસેથી જમીનો ખરીદનાર બિલ્ડરોના નામો પણ આવકવેરા વિભાગને મળ્યા છે. કેટલાક નામો બેન્કોમાં તપાસ દરમ્યાન ખુલ્યા છે. શરાફી પેઢીઓની મદદથી આરટીજીએસ કર્યાના પુરાવા આઇટી વિભાગ પાસે છે. આઇટી વિભાગે અગાઉ અમદાવાદમાં ન્યૂ કલોથ માર્કેટમાં દિપચંદ બાફના અને અશોક બાફનાની કલાવતી ફાઇનાન્સ પેઢી સહિત ત્રણ પેઢીઓ પર દરોડા પાડીને ૪૦૦ કરોડના નાણાકીય વ્યવહારો શોધી કાઢયા હતા ત્યાર પછી શરાફી પેઢીઓએ તેમનો જૂનો ધંધો શરૂ કરી દીધો છે.

(11:37 am IST)