Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કર્મચારીઓએ બનાવ્યું કર્મયોગી વન :સરકારી કચેરીમાં એક હજાર કરતાં વધારે વૃક્ષોનું જતન

પક્ષીઓ માટેનો ચબુતરો પણ સાચવે છે : જાપાનીઝ પધ્ધતિથી વૃક્ષા રોપણ કરાયું

અમદાવાદ :શહેરના એસ.જી.હાઇવે ગોતા પાસે આવેલી મહેસુલ વિભાગ, સિટી ડેપ્યુટી કલેકટર ઘાટલોડિયાની વિશાળ કેમ્પસ ધરાવતી કચેરીને એક હજાર કરતાં વધુ વૃક્ષો વાવી કર્મયોગી વન બનાવવાનો સંકલ્પ લેવાયો છે

 

   ગોતા નજીક એસ.જી.હાઇવે પર આવેલી થોડા સમય પહેલા જ તૈયાર થયેલી વિશાળ કેમ્પસ ધરાવતી કચેરીમાં અધિકારીઓએ કર્મયોગી વન તૈયાર કર્યુ છે. કુદરતી વાતાવરણ મળી રહે, પર્યાવરણની જાળવણી થાયએ માટે હજાર કરતાં વધારે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે.સમગ્ર સંકુલમાં વૃક્ષોની માવજત કરતા ગગજીભાઇ કહે છે કે, સંકુલના દરેક કર્મચારી વૃક્ષોની જાળવણી કરે છે. કેમ્પસના ઉચ્ચ અધિકારી જે.બી.દેસાઇ અને સ્ટાફ કર્મયોગી વનમાં વૃક્ષોની સાથે પક્ષીઓ પણ કલરવ કરે એ માટે ચબુતરામાં દાણા અને પાણી મુકે છે.

   સમગ્ર કચેરીમાં મિયાવાકી જાપાનીઝ પધ્ધતિથી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે. સમગ્ર ઓક્સિજન પાર્ક તૈયાર કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ, પર્યાવરણની જાળવણી માટે કચેરીમાં કામ કરતા કર્મયોગીઓ ટુંક જ સમયમાં કેમ્પસને હરિયાળું બનાવવા મહેનત કરી રહ્યા છે

(11:34 am IST)