Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ભરૂચમાં 150 બેઠકો ધરાવતી મેડીકલ કોલેજની તૈયારી : રૂદ્રાક્ષ એકેડમી પ્રવેશ પ્રક્રિયા કરશે શરૂ

MBBS વિદ્યાશાખાનો કોર્ષ 150 બેઠકોની પ્રવેશ ક્ષમતા સાથે શરૂ મેડિકલ કોલેજ શરૂ કરવા મંજૂરી

ભરૂચઃ જિલ્લામાં સિવિલનું ઘણા સમયથી રૂદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડ વડોદરા દ્વારા સંચાલન કરાઈ રહ્યું છે. ત્યારે રૂદ્રાક્ષ એકેડેમી દ્વારા મેડિકલ કોલજ શરૂ થાય તેની તૈયારીઓકરાઈ રહી હતી, ત્યારે ગુજરાત સરકારની હેલ્થ પોલિસી-2016 અન્વયે રૂદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડ વડોદરા સંચાલિત ભરૂચ સિવિલ ખાતે ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિયૂટ માટે વર્તમાન શૈક્ષણિક વર્ષ 2020-21 માટે MBBS વિદ્યાશાખાનો કોર્ષ 150 બેઠકોની પ્રવેશ ક્ષમતા સાથે શરૂ કરવાની તૈયારીઓ થઇ રહી છે. નેશનલ મેડિકલ કમિશન નવી દિલ્હી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જે અંગે ટૂંક સમયમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની એકમાત્ર મોટી સરકારી હોસ્પિટલછે. જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. અત્યાર સુધી સિવિલમાં સાધનો અને તબિબ બંનેના અભાવના કારણે પુરતી સારવાર મળતી ન હતી. જેથી દર્દીઓને ના છૂટકે ભરૂચની ખાનગી હોસ્પિટલ તથા સુરત, વડોદરાની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર થવું પડતું હતું જે હવે નહીં જવું પડે.

(11:24 am IST)