Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

શનિ- રવિ- સોમ સામાન્ય હળવો વરસાદ પડશેઃ ત્યારબાદ ચોમાસુ વિદાય ક્રમશઃ આગળ વધશે

રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે એક અપરએર સાયકલોનિક સરકયુલેશન મધ્ય બંગાળની ખાડીમાં કેન્દ્રીત છે. જે ૨૪ કલાકમાં મજબૂત બની લો- પ્રેસરમાં ફેરવાશે. આ સિસ્ટમ્સ ગુજરાતને અસરકર્તા નથી. તા.૨૨ ઓકટોબરથી વરસાદની એકટીવીટી એકદમ ઘટીને સિમિત દરિયાઈ જિલ્લાના સિમિત છુટાછવાયા વિસ્તારમાં રહેશે. વેસ્ટર્ન ડિસ્ટબેન્સની અસરથી તા.૨૪, ૨૫, ૨૬ ઓકટોબર સામાન્ય હળવો વરસાદ પડશે. ત્યારબાદ માવઠા કે વરસાદની સંભાવના નથી. ચોમાસુ વિદાય ક્રમશઃ આગળ વધશે.

(9:57 am IST)