Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂ.૧૦,૪૩ લાખના ખર્ચે એમ્યુલન્સ વાન ફાળવાઇ

જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરી લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આરોગ્યની સેવાઓ ઝડપથી મળી રહે તે હેતુસર નર્મદા  જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન નર્મદા અંતર્ગત પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ અનવ્યે રૂા.૧૦,૪૩, ૩૪૩ ના લાખના ખર્ચે એમ્યુલન્સ વાન ફાળવવા માં આવી છે જેનું જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ,જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિત,બોરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર મનીષાબેન વસાવા સહિત આરોગ્ય કર્મીઓની ઉપસ્થિતિમાં રિબીન કાપીને એમ્યુલન્સ વાનનું લોકાર્પણ કલેક્ટર કચેરીના સંકુલમાંથી લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાયું હતું.

(9:15 pm IST)