Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજયમાં આજે ફરી કોરોનાએ ફૂફાળો માર્યો : છેલ્લા 24 કલાકમાં નવા રેકર્ડબ્રેક ૧૪૦૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૨૦૪ લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ : વધુ ૧૭ લોકોના દુખદ અવસાન : કુલ કેસનો આંક ૧,૨૩,૩૩૭ થયો : આજ સુધીમાં કુલ ૧,૦૩,૭૭૫ લોકોએ કોરોનાને પરાસ્ત કર્યો

આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 283 કેસ ,અમદાવાદમાં 183 કેસ, વડોદરામાં 140, રાજકોટમાં 164 કેસ, જામનગરમાં 129 કેસ, ભાવનગરમાં 50 કેસ, ગાંધીનગરમાં 44 કેસ, મહેસાણામાં 53 કેસ, કચ્છમાં 35 કેસ, જુનાગઢમાં 37 કેસ નવા નોંધાયા : રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં આજે પણ તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજયમાં આજે ફરી કોરોનાએ ફૂફાળો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા રેકર્ડબ્રેક ૧૪૦૭ કોરોના પોઝિટિવ કેસ નોંધવાની સામે આજે ૧૨૦૪ લોકો સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૦૩,૭૭૫ દર્દીઓએ કોરોનને પરાસ્ત કર્યો છે. આ સાથેજ રાજ્યનો કુલ પોઝિટિવ કેસનો આંક ૧,૨૩,૩૩૭ એ પહોચ્યો છે. રાજ્યમાં આજે વધુ 17 લોકોના દુખદ અવસાનની સાથે કુલ ૩૩૨૨ લોકો કોરોના ને લીધે મૃત્યુ પામ્યા છે. અલબત્ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં આજે પણ તફાવત યથાવર રહ્યો છે.

રાજ્યમાં આજે ૬૦,૬૮૭ નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ ૩૮,૦૦,૪૬૯‍ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ ૧૬૨૪૦ છે. રાજ્યમાં રિકવરી રેટ ૮૪.૧૪ % પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે નોંધાયેલા 1407 પોઝિટિવ કેસમાં આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ  283 કેસ ,અમદાવાદમાં 183 કેસ, વડોદરામાં 140, રાજકોટમાં 164 કેસ, જામનગરમાં 129 કેસ, ભાવનગરમાં 50 કેસ, ગાંધીનગરમાં 44 કેસ, મહેસાણામાં 53 કેસ, કચ્છમાં 35 કેસ, જુનાગઢમાં 37 કેસ નવા નોંધાયા છે. : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ નીચે જોવા મળશે.

(7:42 pm IST)