Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ગુજરાત સ્‍ટેટ IB ના પ SP ૧ DYSP- ર PI ને કોરોના વળગતા પોલીસ બેડામાં ખળભળાટ

૪ SP કક્ષાના અધિકારીઓ હોમ કોરોન્‍ટાઇન થયા : SP યુવરાજસિંહ જાડેજા SMVS હોસ્‍પિટલમાં સારવાર અપાઇ રહી છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્ટેટ આઈબીના એક સાથે 5 એસપી, 1 ડીવાયએસપી અને 2 પીઆઈ કોરોનાથી સંક્રમિત થયા છે. સ્ટેટ આઈબીના એક સાથે પાંચ એસપી કોરોના પોઝિટિવ આવવાના કારણે ચાર એસપી રેન્કના અધિકારીઓ હોમ ક્વોરેન્ટાઇન થયા છે જ્યારે એસપી યુવરાજસિંહ જડેજાને ગાંધીનગર પાસે આવેલી SMVS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિતના કેસો રોજના હજારોની સંખ્યામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે કોરોના ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. તેના કારણે પણ કોરોના પોઝિટિવના કેસો વધ્યા છે. સ્ટેટ આઈબીના વડા આઈજી અનુપમસિંહ ગેહલોતે અઠવાડિયા અગાઉ સ્ટેટ આઈબીના અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. આ મિટિંગ થયાના ચાર દિવસ બાદ એક સાથે સ્ટેટ આઈબીના એસપી રેન્કના પાંચ અધિકારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાં પોલીસ ભવનમાં બેસતા ચાર એસપી રેન્કના અધિકારીઓ હિમાંશુ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, ભગિરથ ગઢવી, ભૂજ આઈબીના એસપી ભગિરથસિંહ જાડેજા, સૂરત આઈબીના એસપી હુમેશ પટેલ પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટના ડીવાયએસપી ધાંદલ અને બે પીઆઈ પોઝિટિવ આવ્યા છે.

સ્ટેટ આઈબીના એક સાથે આઠ અધિકારી કર્મચારીઓ પોઝિટિવ આવવાના કારણે ચાર એસપી રેન્કના અધિકારીઓ હોમ ક્વારન્ટાઇન થઇ ગયા છે. જ્યારે એસપી યુવરાજસિહ જાડેજાને ગાંધીનગર પાસે આવેલી SMVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ટેટ આઈબીની મિટિંગમાં જે અધિકારી કર્મચારીઓ આ એસપી રેન્કના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ હોમક્વારન્ટાઇ કરવામાં આવ્યા છે. સ્ટેટ આઈબીમાં બહારથી આવનાર કોઇ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે.

(4:37 pm IST)