Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કાલથી શરૂ થતા ગુજરાત વિધાનસભા સત્ર માટે કોરોના ટેસ્ટીંગનો પ્રારંભ ભાજપના ધારાસભ્યોના કોરોના ટેસ્ટ થયા : ૬ ટીમો દ્વારા ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઇ : અત્યારે સુધીમાં ૧૪ના ટેસ્ટ કરવામાં આવ્યા જે બધાનો નેગેટીવ રીપોર્ટ

ગાંધીનગર : આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે. ત્યારે વિધાનસભામાં ધારાસભ્યોના કોરોના ટેસ્ટનો કાર્યક્રમ હાથ ધરાયો છે.

ટેસ્ટ દરમિયાન રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. જયારે મંત્રી ઇશ્વર પરમાર તેમજ મંત્રી બચુભાઇ ખાબડનો ટેસ્ટ પણ નેગેટીવ આવ્યાનું જાણવા મળેલ છે અત્યાર સુધીમાં ૧૪ ધારાસભ્યના ટેસ્ટ કરાયા છે. જેે બધાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. વિધાનસભાના ચોથા માળે ટેસ્ટીંગની કામગીરી ૬ ટીમો દ્વારા હાથ ધરાયાનું જાણવા મળે છે.

(4:15 pm IST)