Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ખાનગી વાહનોમાં આવતા દર્દીને કેમ દાખલ નથી કરાતા? વ્‍હેલા તે પહેલાનું ધોરણ અપનાવો છો તેથી ગંભીર દર્દીઓ વેઇટીંગમાં રહે છેઃ ગુજરાત હાઇકોર્ટ

સરકારને તેની કામગીરી અંગે ૨૬મીએ વિગતવાર સોગંદનામુ કરવા આદેશ :ગુજરાત હાઇકોર્ટમાં થઇ સુનાવણીઃ કાલે હાઇકોર્ટ ઓર્ડર જારી કરશે

અમદાવાદ, તા.૨૦: આજે પણ ગુજરાત સરકારે કોરોના કાળમાં કેટલીય બાબતે પોતાની નારાજગી વ્‍યકત કરી હતી. હાઇકોર્ટ કહયું હતું કે ખાનગી વાહનોમાં આવતા દર્દીઓની કેમ સરકારી હોસ્‍પિટલમાં દાખલ નથી કરાતા? હાઇકોર્ટે એ બાબતે પણ પોતાની નારાજગી વ્‍યકત કરી હતી કે, રાજયમાં ફર્સ્‍ટ કમ, ફર્સ્‍ટ સર્વ બેઝᅠપર દર્દીને દાખલ કરાય છે જેથી ગંભીર દર્દીઓને વેઇટીંગમાં રહેવુ પડે છે આવુ કેમ? હાઇકોર્ટ આવતીકાલે પોતાનો આદેશ જારી કરશે. હાઇકોર્ટે સરકારને ૨૬મીએ વિગતવાર સોગંદનામુ રજુ કરવા આદેશ આપ્‍યો છે.

રાજય સરકારે કરેલા સોંગદનામા પ્રમાણે જવાબ રજૂ કર્યા બાદ હાઈકોર્ટ પણ આકરા પાણીએ દેખાઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને જણાવ્‍યું કે તમે ભારત સરકારના આંકડા સાથે સરખામણી ના કરશો. આપણે ગુજરાતની ચિંતા કરવાની છે. અગાઉ ઝોન વાઈઝ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ વ્‍યવસ્‍થા કરતી હતી. પરંતુ હાલ ૧૦૮ સેન્‍ટ્રલાઈઝ કરવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. ખાનગી વાહનોના દર્દીઓને કોવિડમાં દાખલ કેમ નથી કરાતા? ખાનગી અને ડેઝિગ્નેટેડ હોસ્‍પિટલો આવા દર્દીઓને દાખલ કરતી નથી. હાલ સ્‍થિતિ જોતા ફર્સ્‍ટ કમ, ફર્સ્‍ટ સર્વ બેઝ પર દર્દીને દાખલ કરાય છે. જેના પગલે ગંભીર દર્દી પણ વેઈટિંગમાં રહે છે. આ અંગે રાજય સરકાર શું કરવા માંગે છે? માત્ર ૧૦૮ના દર્દીને જ કેમ દાખલ કરાય છે? અન્‍ય વાહનોના દર્દીઓને કેમ દાખલ નથી કરતા?

હાઈકોર્ટ વેધક સવાલાનો જવાબમાં રાજય સરકારે મેન પાવરની અછત હોવાની વાત ગુજરાત સરકારે કોર્ટમાં કબૂલી છે. લેબમાં પણ ઓછા સ્‍ટાફ હાલ કામ કરી રહ્યો છે. જેના કારણે મેન પાવર ઓછો પડી રહ્યો છે. રાજયમાં કોરોના દર્દીઓને રોજના ૨૦ હજાર વાયલ ઈન્‍જેક્‍શન આપી રહ્યા છીએ. અમે રાજયના અનેક વિસ્‍તારમાં કોર કમિટીની મુલાકાત કરી રહ્યા છીએ. અમદાવાદમાં ૭૬%, ભાવનગરમાં ૯૧% હાલ કોરોના દર્દીઓથી બેડ ભરાયેલા છે. જયારે વડોદરામાં ૮૬%, જૂનાગઢમાં ૯૩%, સુરતમાં ૬૮% બેડ ભરાયેલા છે. કુલ ૮૯૫ ડેઝિગ્નેટેડ, ૩૦૪ કોવિડ કેર સેન્‍ટરો પણ કાર્યરત છે. પરંતુ હાઈકોર્ટે જણાવ્‍યું કે રાજયમાં આરોગ્‍ય ક્ષેત્રે સુવિધાના અભાવના કારણે પહોંચી શકાતું નથી.

રાજય સરકારે હાઈકોર્ટને જણાવ્‍યું હતું કે, CM ડેશ બોર્ડથી રાજયની સ્‍થિતિ પર નજર નાંખી રહ્યા છે. અમે કોર્પોરેશનના વેબ પોર્ટલ પર બેડની માહિતી ઉપલબ્‍ધ કરાવી છે. હજુ આગળ પણ મનપાના પોર્ટલ ૪૮ કલાકમાં સરકારના પોર્ટલથી લિંક થશે. ટૂંક શોર્ટ ટાઈમ બેડની સ્‍થિતિ બતાવી શકીએ છીએ. અમે હાલ રાજયના દર્દીઓ માટે ૧૧૦૦ મેટ્રિક ટન ઓક્‍સિજનની વ્‍યવસ્‍થા કરી રહ્યા છીએ. આવતા એક સપ્તાહમાં ૫ પ્‍લાન્‍ટ કાર્યરત થશે.

(4:14 pm IST)