Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

આભાસી કોર્ટની કાર્યવાહીમાં પક્ષકારોની ગેરહાજરીમાં કોર્ટ કોઇ હુકમો કરશે નહિ

કોર્ટો ફીઝીકલ રીતે ચાલુ થાય ત્યારે કોર્ટ-ફી-સ્ટેમ્પ લગાવવી પડશે

રાજકોટ, તા.૨૦: ગુજરાત વડી અદાલતના તા.૬-૪-૨૦૨૧ તથા તા.૧૫-૪-૨૦૨૧ના પરિપત્રોથી બહાર પાડવામાં અવોલ માર્ગદર્શીકા અન્વયે રાજકોટ જિલ્લાની તમામ અદાલતો અન્ય હુકમ નહીં કરવામાં આવે ત્યાં સુધી ફરજીયાત રીતે હાલ વર્ચ્યુઅલ મોડથી કાર્યરત છે.

આથી તમામ વકિલશ્રીઓ તથા પક્ષકારોને ફરીથી વિનંતીપૂર્વક જણાવવાનું કે, હાલના સંજોગોમાં કોઇ જ ન્યાયાધિકારીશ્રી તેમની અદાલતમાં ચાલતા કેસોમાં વકિલશ્રી, પક્ષકાર, સાક્ષીઓ કે આરોપીઓની ગેરહાજરીના કારણે વિરૂધ્ધનો હુકમ ફરમાવશે નહીં.

વધુમાં વકિલશ્રીઓ દ્વારા દાખલ કરવામાં આવેલ કેસ/ દાવામાં વેલ્ફેર ટીકીટ કોર્ટ ફ્રી સ્ટેમ્પ રજુ કરવાની બાંહેધરી અરજી તેમણે રજુ કરેલ કેસ/ દાવાના એન્વેલોપ/ કવરમાં સામેલ કરવાની રહેશે. કોરોના સંક્રમણને અટકાવવા સારૂ જિલ્લાની તમામ અદાલતોમાં બારરૂમો તથા લાઇબ્રેરીઓ બંધ રાખવામાં આવેલ છે તેમ છતાં ડીસ્ટ્રીકટ કોર્ટના ધયને આવેલ છે કે, વકિલશ્રીઓ બિનજરૂરી અને કામ વગર કોર્ટ પરિસરમાં ઉપસ્થિત રહે છે. તેમજ એક વકિલશ્રી સાથે તેમના પ-૧૦ જુનિયર વકિલો પણ સાથે આવે છે. જેથી, તમામ વકિલશ્રીઓ/પક્ષકારો/સાક્ષીઓ કે આરોપીઓને ફરી સખત વિનંતી સહ અરજ કરવામાં આવે છે કે, તમારી તેમજ અન્ય તમામની સલામતી માટે કોઇએ બિનજરૂરી કોર્ટ પરિસરમાં આવવુ નહી, અને તમામ વકિલશ્રીઓએ પોત પોતાના કેસોની સુનાવણી પોતાની ઓફીસ અથવા ઘરેથી 'ઝુમ' એપ્લીકેશનથી કરવાની છે.

આમ, કોર્ટોમાં પ્રત્યક્ષ હાજરી ટાળશું તો ચોક્કસ કોરોના સંક્રમણને નાથવામાં સફળ થઇશું.

(4:11 pm IST)