Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદો સાંભળવા કાલે વધુ બે લોક દરબારઃ ભોગ બનેલા લોકોએ હાજર રહેવું

ડીસીપી બલરામ મીણા અને ડીસીપી ડો. કરણરાજ વાઘેલાની ઉપસ્થિતીમાં બ્રહ્મસમાજના વંડામાં અને કુવાડવા રોડ અમૃત પાર્ટી પ્લોટ સામે આયોજન

રાજકોટ તા. ૧૯: વ્યાજખોરીની ડામવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટે શરૂ કરેલી ઝૂંબેશ અંતર્ગત અગાઉ ડીસીપી બલરામ મીણા અને ડીસીપી ડો. કરણરાજ વાઘેલાએ લોક દરબારો યોજ્યા હતાં. જેમાં અનેક ફરિયાદોનો ધોધ વહ્યો હતો. પોલીસે ધડાધડ ગુના દાખલ કરી એફઆઇઆર નોધી પગલા લીધા હતાં. ફરીથી આ ઝૂંબેશને આગળ વધારવા આવતી કાલે એક લોક દરબાર સાંજે ૫:૩૦ કલાકે  રેયા રોડ બ્રહ્મ સમાજના વંડા ખાતે રાખેલ છે. જેમાં ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલા ખાસ ઉપસ્થિત રહેશે. આ લોક દરબારમાં પશ્વિમ વિભાગમાં આવતાં પોલીસ સ્ટેશનો જેમ કે પ્ર.નગર, માલવીયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના નાગરિકો હાજર રહી વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ કરી શકશે.

તેમજ બીજો લોક દરબાર સાંજે ૫:૩૦ કલાકરે કુવાડવા રોડ ઓમકારેશ્વર મંદિર, મધુવન સોસાયટી અમૃત પાર્ટી પ્લોટ સામે યોજાશે. જેમાં એસીપી ઝોન-૧ બલરામ મીણા ખાસ હાજર રહેશે. આ લોક દરબારમાં પૂર્વ વિભાગના પોલીસ મથકો જેમ કે ભકિતનગર, એ-ડિવીઝન, બી-ડિવીઝન, થોરાળા, કુવાડવા રોડ, આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારના રહેવાસીઓએ હાજર રહી વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ હોય તો રજૂ કરવા અપિલ કરવામાં આવી છે.

(4:43 pm IST)