Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરનો ૭૪ મો પાટોત્સવ તેમજ સંસ્કાર સિંચન શિબીર યોજાઇ

અમદાવાદ :  શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વાીમનારાયણ મંદિર, મણિનગર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કેન્દ્રસ્થાન ખાતે શ્રી ઘનશ્યામ મહરાજના ૭૪માં પાટોત્સવે પંચામૃત અભિષેક ભવ્ય અન્નકુટ, આરતી કરવામાં આવ્યા તેમજ બે દિવસય સંસ્કાર સિંચન શિબિરનું પણ આયોજન પ.પૂ. આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આર્શિવાદમાં જણાવ્યું હતું કે સત્સંગ માટે જીવનમાં ત્રણ વાના (વસ્તુ) જે વાંકે સુરવીરતા શ્રધ્ધા અને સર્મપણ ભાવ ઉપરાંત વિનય, વિવેક અને ન્યાયનીતિની પણ અતિ આવશ્યકતા રહેલી છે. તેવું સદ્ગુરૂ ભગવત્પ્રિાયદાસજી સ્વામી (મહંત)શ્રીની યાદીમાં જણાવાયું છે.

 

(2:36 pm IST)