Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ભાનુભાઇના પરિવારે મૃતદેહ સ્‍વિકારી લીધોઃ ઉંઝામાં અંતિમ સંસ્‍કાર કરાશે

ઘટનાના ૫૪ કલાક બાદ પરિવાર અને સરકાર વચ્‍ચે સમાધાન થયું હતું : ઊંઝા ખાતે ભાનુભાઈના પાર્થિવદેહને અંતિમદર્શન માટે રાખવામાં આવ્‍યો છે

ઊંઝાઃપાટણ કલેકટર કચેરી ખાતે સમીના  દુદખાના દલિત પરિવારની જમીન મુદ્દે ઊંઝાના ભાનુભાઈ વણકરે આત્‍મવિલોપન કર્યું હતું. ઘટનાના ૫૪ કલાક બાદ પરિવાર અને સરકાર વચ્‍ચે સમાધાન થયું હતું. આ સમાધાનની ધારાસભ્‍ય જિજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકીએ જાહેરાત કરી હતી. ત્‍યારબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્‍યો હતો. બપોરે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્‍કાર કરવામાં આવશે.

સારવાર બાદ ભાનુભાઈનું નિધન થયું હતું. ત્‍યારબાદ તેમના મૃતદેહને ગાંધીનગરની સિવિલ હોસ્‍પિટલમાં પેનલ પોસ્‍ટમોર્ટમ કરવામાં આવ્‍યું હતું. પરંતુ સરકાર લેખિતમાં માંગણી ન સ્‍વીકારી ત્‍યાં સુધી મૃતદેહનો કબજો પરિવારે લીધો ન હતો. ગઈકાલે મોડી રાત્રે ઘટનાના ૫૪ કલાકબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્‍યો હતો. સવારે ભાનુભાઈના પાર્થિવદેહના દર્શન કરવા માટે ઊંઝામાં મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડ્‍યા હતા.

 

(12:58 pm IST)