Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પતિને તરછોડીને જતી રહી પત્ની, છૂટાછેડા આપવા કોર્ટનો ઇન્કાર

હાઇકોર્ટે કહ્યું કે, મહિલા અલગ રહે છે એનો મતલબ એ નહીં કે તેણે પતિનો ત્યાગ કર્યો છે

અમદાવાદ તા. ૧૯ : પત્નીએ પતિનો ત્યાગ કર્યો હોવાના આધાર પર ગુજરાત હાઇકોર્ટે એક દંપત્ત્િ।ને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો. આ કિસ્સો સુરતનો છે. છૂટાછેડાની અરજી રદ કરતાં હાઇકોર્ટે કહ્યું કે મહિલા અલગ રહે છે એનો મતલબ એ નહીં કે તેણે પતિનો ત્યાગ કર્યો છે.

ઉલ્લેખીય છે કે ૨૦૦૯માં સુરતના એક યુવક અને યુવતીએ લગ્ન કર્યાં હતાં. એજ વર્ષના ઓગસ્ટ મહિનામાં પત્ની તેને છોડીને જતી રહી હતી. પત્નીએ તરછોડી દીધો હોવાના આધાર પર લગ્ન સમાપ્ત કરવા માટે યુવકે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. યુવકે કોર્ટને કહ્યું હતું કે તેની પત્નીએ બે વર્ષથી તેને છોડી મૂકયો છે, વધુ ઉમેર્યું કે લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની છોડીને જતી રહી હતી. હાઇકોર્ટ પહેલાં ફેમિલી કોર્ટે પતિના દાવાને સનાતન સત્ય નહોતો માન્યો.

મહિલાએ હાઇકોર્ટને જણાવ્યું કે તેના પતિને એકસ્ટ્રા મેરિટલ અફેર હતું અને જયારે તે તપાસ કરવાની કોશિશ કરતી ત્યારે યુવક તેને માર મારી છોડી દેવાની ધમકી આપતો હતો. પતિનું ઘર છોડવા માટે મહિલાને મજબૂર કરવામાં આવી હતી, બાદમાં તેનો પતિ તેને સ્વીકારવા તૈયાર ન હતો. છૂટાછેડાની અરજી આપતા પહેલાં યુવકે તેની પત્નીને કાનૂની નોટિસ મોકલી હતી અને થોડા દિવસ સાથે રહેવાની માગણી કરી હતી.

કેસ સાંભળ્યા બાદ જસ્ટિસ અકિલ કુરેશી અને જસ્ટિસ એ.વાય.કોગ્જેએ પુરુષે સાથે રહેવા બાબતે મહિલાને મોકલેલી નોટિસ પર સવાલ ઉઠાવ્યા હતા. સહવાસની લિગલ નોટિસ મોકલ્યા બાદ આ શખ્સ વૈવાહિત પુનઃસ્થાપનાના અધિકાર માટે કોર્ટને રિકવેસ્ટ કરવી જોઇતી હતી. છૂટાછેડાની અરજી રદ કરતી વખતે કોર્ટે કહ્યું કે એક બાજુ મહિલાને અલગ રહેવા માટે પુરુષ મજબૂર કરી અને બીજી બાજુ તેને પાછી બોલાવવા માટે બિલકુલ પ્રયત્ન ન કરાયા.(૨૧.૯)

(9:39 am IST)