Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ડીસાના ભીલડી હાઈવે પર થયો ગોઝારો અકસ્માત : જીપે બાઈક સવારોને ઉલાળ્યા

બાઈક પર સવાર માતા-પીતાને પહોચી ગંભીર ઈજા : બાળકનો થયો આબાદ બચાવ

ડિસા : આજકાલ રસ્તાઓ પર બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવાનું દુષણ ખુબ વધી ગયું છે. આના લીધે અનેક લોકોને અણધાર્યું નુકશાન પહોચી જાય છે અને અનેક નિર્દોષોના પરિવારનો માળો વિખેરાય જાય છે. આવીજ વધુ એક ઘટના બનાસકાંઠાના ડીસા ભીલડી હાઈવે પર જોવા મળી હતી.

અહીં હાઈવે પર આવેલી વસંત હોટલ પાસે પુરપાટ ઝડપે આવી રહેલા જીપવાળાએ બાઈકને હડફેટે લેતાં બાઈક પર સવાર માતા પિતા અને તેમનો બાળક રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક દૂર સુધી ઢસડાયુ હતુ. આ દૂર્ઘટનામાં માતા પિતાને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરંતુ નાના બાળકનો આબાદ બચાવ થયો છે.

અકસ્માત થયા બાદ તુરંત જ નાનુ બાળક પોતાની માતા પાસે પહોંચે છે. તો બીજી તરફ જે જીપવાળાએ બાઈકને ટક્કર માર્યા બાદ આ વાહન પણ આગળ જતાં બેલેન્સ ગુમાવતુ નજરે પડે છે. હીટ એન્ડ રનની ઘટનાને પગલે આસપાસના લોકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડ્યા હતા. જ્યારે ટક્કર મારીને ફરાર થઈ જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. આ સમગ્ર ઘટના cctvમાં કેદ થઈ ગઈ હતી.

(9:05 am IST)