Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

વિરમગામ તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોર્ચાની કારોબારી સભા સચાણા ખાતે યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોર્ચાની કારોબારી સભા સચાણા મુકમે યોજાઇ હતી. જેમાં  વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન મનજીભાઈ સેનવા,  જીલ્લા અનુસુચિત જાતી મોરચાના મહામંત્રી મહેશભાઇ પરમાર, જીલ્લાના મંત્રી હરિભાઇ પરમાર, જીલ્લા કોષાધ્યક્ષ કિરીટભાઈ સેનવા, વિરમગામ તાલુકાના અનુસુચિત જાતિ મોર્ચા ના પ્રમુખ નગીનભાઈ મકવાણા તથા તાલુકાના અનુસુચિત જાતિ મોર્ચા ના હોદેદારો અને સચાણા ગામના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.( તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(8:28 pm IST)