Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મમ્‍મી-પાપા મૈને આપકો બહુત પરેશાન કિયા હૈ, અબ જા રહા હુ, ઓનલાઇન પઢાઇ હમારે સમજ મેં નહીં આ રહી હૈઃ સુરતમાંથી 14 વર્ષનો તરલ શાહ ચિઠ્ઠી લખીને લાપતા

સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં ઓનલાઈન અભ્યાસથી કંટાળેલો ધોરણ 8નો વિદ્યાર્થી ચિઠ્ઠી લખીને ઘરેથી ચાલ્યો ગયો હોવાની ઘટના સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અહીંના ગંગા-જમુના એપોર્ટમેન્ટમાં યોગશભાઈ શાહ, તેમના પત્ની અને એકમાત્ર પુત્ર તરલ સાથે રહે છે. યોગેશભાઈ પત્ની સાથે ગુટકાનો ધંધો કરે છે. જ્યારે તેમનો 14 વર્ષનો પુત્ર તરલ અડાજણ પાટિયા સ્થિત JHB પ્રાઈમરી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં આઠમા ધોરણમાં ભણે છે.

18 જાન્યુઆરીએ યોગેશભાઈ પત્ની સાથે ધંધાના કામઅર્થે ગયા હતા. આ દરમિયાન તરલ ચિઠ્ઠી લઈને ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. સાંજે યોગેશભાઈ પરત આવ્યા, ત્યારે ઘર બહારથી બંધ હતું.

આથી બીજી ચાવીથી દરવાજો ખોલીને અંદર જઈને જોયું તો એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, “મમ્મી-પાપા મેને આપકો બહુત પરેશાન કિયા હૈ. અબ મૈં જા રહા હું. ઑનલાઈન પઢાઈ હમારે સમજ મેં નહીં આ રહી હૈ.

જે બાદ યોગેશભાઈએ સોસાયટીના CCTV ફૂટેજ ચેક કરતાં તેમનો પુત્ર તરલ પાણીની બોટલ અને સાયકલ લઈને જતો જોવા મળ્યો હતો. હાલ સમગ્ર મામલે રાંદેર પોલીસે તરલની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.

(5:31 pm IST)