Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ખેડા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ખેડા:જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પરથી વિદેશી દારૂ ઝડપાયો છે. મહેમદાવાદ રેલ્વે સ્ટેશનથી બોડીરોજી જતા માર્ગ પરથી ખેડા એલ.સી.બી ટીમે  વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. વળી નડિયાદ તાલુકાના આખડોલ ગામ મોટુ ફળીયામાં  સ્થાનિક પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. બન્ને ગુનાઓ અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડા એલ.સી.બી ટીમ ગત મોડી રાતે પેટ્રોલિંગમાં હતી. તે સમયે  એક વ્યક્તિ તેના હાથમાં પ્લાસ્ટીકની મીણીયાની કોથળીમાં કંઇક ભરીને લઇ જતો હતો. જેથી પોલીસ ટીમને શંકા જતા પોલીસ ટીમે તેને રોકી પ્લાસ્ટિકની કોથળીની તલાશી લીધી હતી. તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂ  ક્વાટર નંગ-૧૭ કિ.રૂા.૧૯૫૫ નો મૂદ્દામાલ સાથે રણજીતસિંહ ઉર્ફે પપ્પુ બાલુસિંહ ઠાકોર રહે,રેલ્વે સ્ટેશન પાસેની અટકાયત કરી હતી. આ બનાવ અંગે એલ.સી.બી ટીમે મહેમદાવાદ પોલીસ મથકે ઉપરોક્ત વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધાવ્યો છે. જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)