Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રાધનપુર તાલુકાના ધરવડી ગામે ખેતરમાં કરેલ એરંડાના વાવેતરની આડમાં ગાંજો વાવ્યો હોવાની બાતમી મળતા એસઓજીના દરોડા

રાધનપુર:તાલુકાના ધરવડી ગામના ખેડૂત દ્વારા ખેતરમાં કરેલ એરંડાના વાવેતર વચ્ચે ગાંજો વાવ્યો હોવાની બાતમી પાટણ એસઓજીને મળતા એસઓજી સ્ટાફ દ્વારા બાતમી આધારીત ખેતરમાં રેડ કરી તપાસ કરતા એરંડાના વાવેતરની આડમાં ગાંજાના પદ છોડ મળી આવતા ગાંજાનુ વાવેતર કરનાર ઈસમની ધરપકડ કરી હતી .

પાટણ એસઓજી પોલીસ સબ ઈન્સ્પેકટર વી.આર.ચૌધરી સ્ટાફ સાથે રાધનપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ સ્ટાફ રાધનપુર તાલુકાના નાનાપુરા ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો ત્યારે ઠાકોર દીનેશભાઈ વેરસીભાઈ રહે . ધરવડી વાળાએ પોતાના ખેતરમાં એરંડાના વાવેતરની આડમાં બિન અધિકૃત ગાંજાનું વાવેતર કર્યાની ખાનગી બાતમીદાર દ્વારા જાણ કરવામાં આવતા . એસઓજી દ્વારા સરકારી પંચો બોલાવી બાતમી આધારીત ખેતર તરફ રવાના થયા હતા જેમાં ધરવડીથી બાદરપુરા તરફ જવાના માર્ગ પર બાતમી આધારીત ખેતર આવતા એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં ખેતરમાં હાજર ઈસમને પકડીને પુછતા તેને પોતાનું નામ ઠાકોર દીનેશભાઈ વેરશીભાઈ હોવાનું જણાવ્યુ હતુ . અને ખેતર પોતાના કબજા ભોગવટાનું હોવાનું જણાવ્યુ હતુ પોલીસે ખેતરમાં તપાસ કરતા ખેતરમાં વાવેતર કરેલ એરંડાના પાક વચ્ચો વચ ગાંજાના છોડ પોલીસને મળી આવ્યા હતા . ખેતરમાં વચ્ચે ર થી ૬ ફુટના નાના મોટા આશરે ૫૬ છોડ પોલીસને મળી આવ્યા હતા . ખેતરમાં કરેલ ગાંજાના વાવેતર બાબતે પોલીસે દીનેશ ઠાકોરને પુછતા તેને પોતે બે માસથી ગાંજાના છોડ નું વાવેતર કર્યુ હોવાનુ જણાવ્યું હતું . પોલીસે ખેતરમાંથી ૬૧,૩૦૦ ગ્રામ વજનના પદ છોડ જેની કીમત રૃપિયા ૬,૧૩,૦૦૦ ના ગાંજાના છોડ ઝડપી પાડયા હતા અને ખેતરમાં બીન અધિકૃત ગાંજાનું વાવેતર કરવા બદલ ઠાકોર દીનેશભાઈ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી .

(5:16 pm IST)