Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

આણંદ તાલુકામાં નેશનલ હાઇવે 8 નજીક પુરવઠા વિભાગ દ્વારા સીલ કરાયેલ 20 હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો ઝડપવામાં આવ્યો

આણંદ: તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ વઘાસી ગામ નજીક આવેલ પંપ ઉપર પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરાયેલ ૨૦ હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો ચોરી થયો હોવાનો બનાવ આણંદ ગ્રામ્ય પોલીસ દફતરે નોંધાયો છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ ગ્રામ્ય પુરવઠા વિભાગની ટીમને આણંદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૮ ઉપર આવેલ હાઈબ્રીડ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. કંપનીમાં પ્રતિબંધિત બાયો ડીઝલનું વેચાણ થતુ હોવાની ગુપ્ત બાતમી મળી હતી. 

જેથી ટીમ દ્વારા બાતમીવાળા સ્થળે છાપો મારતા બાયો ડીઝલ પંપની ટાંકીમાંથી ૨૦ હજાર  લિટર બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂા.૧૩ લાખ જેટલી થવા જાય છે. જેથી આણંદ ગ્રામ્ય પુરવઠા વિભાગની ટીમે બાયો ડીઝલનો જથ્થો તેમજ બોલેરો કાર મળી કુલ્લે રૂા.૧૮ લાખનો મુદ્દામાલ સીઝ કરી કંપનીના માલિક દિનેશભાઈ ભુપતભાઈ કાતરીયાને સીઝ કરાયેલ બાયો ડીઝલના જથ્થાને યથાવત સ્થિતિમાં રાખવા આદેશ આપ્યો હતો. 

(5:14 pm IST)