Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મધુબની ડેમથી દાદરાનગર હવેલી વચ્ચે તરતી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈઃ ૧૦ થી ૧૫ ગામોને લાભ

ગાંધીનગર, તા. ર૦ :  આપણે ત્યાં એક કહેવત છે કે, માનવ સેવા એજ સાચી પ્રભૂસેવા. આ કહેવત આજે વલસાડ જિલ્લામાં સાર્થક બની છે. આપણે ત્યાં ૧૦૮ ની સંજીવની ગણવામાં આવે છે. કારણ કે, ૧૦૮ની સેવા શરૂ થયા બાદ લાખો લોકોના જીવ બચ્યા છે. ત્યારે ફરી એક વખત ૧૦૮ વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામડાઓ માટે જીવન દાયીની સાબિત થશે. કારણ કે, મધુબની ડેમથી દાદરાનગર હવેલી વચ્ચે તરતી ૧૦૮ શરૂ કરાઈ છે.

આપણે જાણીએ છીએ કે, કોઈપણ જગ્યા પર અકસ્માત કે, કોઈ અન્ય ઈમર્જન્સી ઉભી થાય તો મિનિટોમાં ૧૦૮ પહોંચી જાય છે. તાત્કાલીક સારવાર મળે છે. પરંતુ આજે પણ ગુજરાતના અનેક એવા દુર્ગમ વિસ્તાર છે. જયાં ટાઈમ પર ૧૦૮ પહોંચી શકિત નથી. જેના કારણે લોકોને જીવ ગુમાવવો પડે છે. પરંતુ હવે વલસાડ જિલ્લામાં જે પહેલ શરૂ થઈ છે. તે પહેલ લોકો માટે સંજીવની સાબિત થશે. કારણ કે, સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીથી કપરાડાના મધુબની ડેમ સુધી તરતી એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. જેના કારણે આ અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને પણ હવે તાત્કાલી અને ખુબ ઝડપી રીતે મેડિકલ સારવાર મળી શકશે.

મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કે દૂધની જળાશય અને દમણગંગા નદીના કારણે પહાડી વિસ્તારના અનેક ગામડાઓ શહેરથી વિખૂટા પડી જાય છે. આથી દૂધની જળાશયના સામેના કિનારે આવેલા ગામોમાં અકસ્માત કે અન્ય કોઈ મેડિકલ ઈમરજન્સી વખતે લોકોએ નજીકની હોસ્પિટલ સુધી પહોંચવા માટે રોડ માર્ગે ૫૦ કિલોમીટર કે તેથી વધુ અંતરનો ચકરાવો મારવો પડે છે. જેમાં ૨દ્મક ૩ કલાકનો સમય જતો રહે છે. કયારેક મોડું થતા દર્દીનું મૃત્યુ પણ થાય છે. તેવામાં ગરીબ આદીવાસીઓને સમયસર સારવાર મળી રહે અને તાત્કાલીક હોસ્પિટલ સુધી પહોંચી શકાય તે માટે તરતી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ સેવાથી લોકોને મિનિટોમાં હોસ્પિટલ તો પહોંચાડી શકાય જ છે. પરંતુ તેની સાથે-સાથે એમ્બ્યુલન્સમાં પણ આઈસીયુ જેવી સુવિધા મળી રહે છે.. જેથી કોઈપણનો જીવ બચાવી શકાય છે.

મહત્વનું છે કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ૧૦દ્મક વધુ ગામો આ પહાડી વિસ્તારોમાં આવેલા છે. જે સો ટકા આદિવાસી વસ્તી ધરાવે છે. પરંતુ પહાડી વિસ્તારોના કારણે અહીં વસતા લોકોને ખુબ સંઘર્ષ કરવો પડે છે. તેવામાં આ તરતી એમ્બ્યુલન્સ એક વરદાન રૂપી સાબિત થશે. કારણ કે, નદી માર્ગે ખુબ ઝડપી રીતે આ વિસ્તારના લોકોને સારવાર મળી શકશે. વીટીવી ન્યૂઝ પણ તંત્રના આ પ્રયાસને બિરદાવે છે.

(4:06 pm IST)