Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ઐતિહાસિક નિર્ણય... સચોટ પુરાવો મળશેઃ હવે ગુનેગારોને કડક સજા થશે

ગાંધીનગર સ્થિત વિશ્વનીપ્રથમ રાષ્ટ્રિય ફોરેન્સિક યુનિ.ના કુલપતિ જે.એમ.વ્યાસ કહે છે કે : દેશની રાજધાનીમાં દરેક પોલીસ મથકોમાં પોલીસની મદદ માટે ૧૧૯ ફોરેનસિક એકસપર્ટની નિમણુંક

રાજકોટઃ તા.૨૦,  ગાંધીનગર સ્થિત વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિ.અને દેશની રાજધાની વચ્ચે ઐતિહાસિક કરાર મુજબ પોલીસને મદદ કરવા માટે ફોરેન્સિક એકસપર્ટ લેવલ ના ૧૧૯ સિનિયર અને જુનિયર આસિસ્ટન્ટ ની નિમણુક નો દૂરંદેશી ભર્યો નિર્ણય કેન્દ્રીય ગ્રહ મંત્રી  દ્વારા થયો છે તેમ ફોરેન્સિક સાયન્સ યુનિ.ના કુલપતિ ડો. જે. એમ .વ્યાસ દ્વારા જણાવાયું છે.                           

ડો. જે.એમ.વ્યાસ કેન્દ્રિય ગ્રહ મંત્રીની ઉપસ્થિતિમાં થયેલ આ અભૂતપૂર્વ નિર્ણય અંગે વિશેષમાં જણાવેલ કે તપાસનીશ અધિકારીઓને ક્રાઇમ સીન મેનેજમેન્ટ મા ખૂબ જ મહત્વની મદદ મળશે. તેવો એ વિશેષમાં જણાવેલ કે સચોટ પુરાવા તપાસમાં ગતિ અને ગુનેગારોને કડક સજા આપવામાં ખૂબ ઉપયોગી પુરવાર થશે. 

શ્રી અમિતભાઈ શાહ દ્વારા પોતાની ઉપસ્થિતિમાં થયેલ આ કરાર થીંતપામાં ગતિ સાથે અદાલતમાં પણ મજબૂત પૂરવા મળશે તે બાબતે હર્ષ સાથે નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વિશ્વની પ્રથમ સાયન્સ યુનિ.નું જે સ્વપ્ન જોયેલું તે પૂર્ણ થવા અંગે વિશેષ ખુશી જાહેર કરેલ.

ડો. જે.એમ. વ્યાસ

કુલપતિ નેશનલ ફોરેન્સીક યુનિવસીર્ટી

(2:54 pm IST)