Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

બાગાયત યોજનાના ફળ માત્ર મોટા માથાઓને જ મળશે

ઓછામાં ઓછી ૧૨૫ એકર જગ્યા આપવાનો નિયમ સામાન્ય સંસ્થા કે ખેડૂતો માટે અસહ્ય

રાજકોટ, તા. ૨૦ :. રાજ્ય સરકારે સરકાર હસ્તકની બીનઉપયોગી જગ્યા (ખરાબા) ખેડૂત, બિનખેડૂત, સંસ્થા, કંપની વગેરે બાગાયત અને ઔષધીય ઉપજના હેતુથી આપવાની બાગાયત વિકાસ યોજના જાહેર કરી છે. સરકારનો હેતુ સારો છે પણ શરૂઆત જોતા તેના લાભ આર્થિક ધરખમ લોકો અને મોટી કંપનીઓને જ મળી શકે તેવુ જણાય છે.

લાભાર્થી વ્યકિતને ઓછામાં ઓછી ૧૨૫ અને મહત્તમ ૧ હજાર એકર જગ્યા અપાશે. સદરહુ જગ્યા સમથળ ખેતીલાયક બનાવવામાં જંગી ખર્ચ થઈ જાય તે સ્વભાવિક છે. જગ્યા હોવાથી ધનવાનો સિવાય કોઈને આ યોજનાના લાભ મળે તે પોષાય નહિ. બાગાયતના નામે જગ્યાનો શું ઉપયોગ થાય ? ભવિષ્યમાં ખબર પડશે પણ અત્યારે જ તે મોટા માથાઓની યોજના હોવાની છાપ પડે છે. સરકારે ૧૨૫ એકર મીનીમમ ઘટાડવી જોઈએ તેવી લાગણી પ્રવર્તે છે. હાલ સુરેન્દ્રનગર સહિત ૫ જિલ્લાઓ માટેની આ યોજના ભવિષ્યમાં અન્યત્ર લાગુ થશે.

(11:48 am IST)