Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કોલેજની બેદરકારીને લીધે પડેલી તકલીફ બદલ વિદ્યાર્થીને 25000 ચૂકવવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

વિધાર્થીને BAMS કોર્સમાં પ્રવેશ મેળવવા લાયક નથી અને ફીસ પાછી લઈ જવાની જાણ કરવાના કેસમાં આદેશ :એડમિશનને યથાવત રાખવાની માંગ સાથે દાખલ કરેલી અરજી ફગાવી

અમદાવાદ : નિયમો પ્રમાણે વિધાર્થીની લાયકાત ન હોવા છતાં કોલેજ દ્વારા તેને એડમિશન આપ્યા બાદ અચાનક જ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સીટીએ વિધાર્થીને પત્ર થકી BAMS કોર્સમાં પ્રવેશ મેળવવા લાયક નથી અને ફીસ પાછી લઈ જવાની જાણ કરવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે કોલેજની બેદરકારીને લીધે વિધાર્થીને થયેલી તકલીફને લીધે જે.એસ. આયુર્વેદિક મહાવિદ્યાલયને વિધાર્થીને 25000 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો

ગુજરાત હાઈકોર્ટે અરજદાર વિધાર્થી દ્વારા એડમિશન BAMS કોર્સમાં મળેલા એડમિશનને યથાવત રાખવાની માંગ સાથે દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. જોકે કોલેજની બેદરકારીને લીધે વિધાર્થીને પડેલી તકલીફને લીધે કોલેજને વિધાર્થીને 25000 રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે કોલેજને વિધાર્થીએ BAMSમાં એડમિશન માટે ચૂકવેલી ફીસ પણ પરત કરવાનો આદેશ કર્યો છે.

આ મુદ્દે સરકારી વકીલ તરફે રજુઆત કરવામાં આવી હતી કે ઇન્ડિયન મેડિકલ સેન્ટ્રલ કાઉન્સિલ 2019ના નિયમો પ્રમાણે વિધાર્થીને BAMSમાં પ્રવેશ માટે ધોરણ -12ના ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં સંયુક્તપને 50 ટકાથી વધુ માર્ક્સ મેળવવા જોઈએ અને NEETમાં પણ 50 ટકાથી વધુ પરસેન્ટાઇલ આવવા જોઈએ. જોકે અરજદાર વિધાર્થીએ ધોરણ 12માં 43.90 ટકા મેળવ્યા છે, જેથી BAMSમાં પ્રવેશને લાયક નથી.

(12:35 am IST)