Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

વિકાસ માટે ૪ નગરો માટે ૧પ કરોડની ફાળવણી કરી

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના : ગાંધીનગર, મહેસાણા, વડનગર, મહેસાણા, વડનગર અને ધોળકા ખાતે માળખાકીય વિકાસના કામો હાથ ધરાશે

ગાંધીનગર,તા.૧૯ : રાજ્યના નગરોમાં જનસુખાકારીની સુવિધાના કામોને વેગ આપવાના જનહિત ભાવથી ૪ નગરો માટે ૧પ કરોડની ફાળવણી કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં વર્ષ ર૦ર૦-ર૦ર૧ માટે સડક યોજના અન્વયે રૂ. પ કરોડ ફાળવ્યા છે. એટલું જ નહિ, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સમાવિષ્ટ ઔડા વિસ્તારની નગર રચના યોજનાના ૧૩ જેટલા વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા રૂ. ૪ કરોડની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણા નગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે સીસી રોડ, પેવર બ્લોક તેમજ પીવાના પાણીની પાઇપલાઇન નાંખવાના ૯૪ કામો માટે પ કરોડ ૪૪ લાખની રકમ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વડનગર નગરપાલિકાને પણ રૂ. ૩ કરોડ ૪૬ લાખ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ વડનગર શહેરથી ૩-૪ કિલોમીટર દૂર આવેલા પરા વિસ્તારો, દરબારગઢ વિસ્તાર અને વડનગરના અન્ય વિસ્તારોના નગરજનોને દૈનિક ધોરણે પાણી પુરૃં પાડવા તથા પરા વિસ્તારને જોડતી પીવીસી લાઇન્સના સ્થાને ડી-૧ લાઇન નાંખીને પાણીનો વ્યય તેમજ લીકેજની સમસ્યા અટકાવવા માટે કરાશે. તેમણે અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાને પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તહેત ૧ કરોડ ૧૧ લાખ રૂપિયા આ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટકમાં સીસી રોડ, પીવાના પાણીની લાઇન તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેઇન, વટર લાઇન જેવા ૧૦ કામો માટે ફાળવવામાં આવ્યા છે.

ધોળકા નગરના સાડા છસો પરિવારોને આ વિકાસકામોનો લાભ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતના શહેરો-નગરોને પ્રાણવાન તેમજ આધુનિક સુવિધા સાથે માળખાકીય પાયાની સવલતોથી સજ્જ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી છેલ્લા ચાર વર્ષમાં એટલે કે ર૦૧૬-૧૭થી ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં રૂ. ૧પ,૭૮૩.૭૩ કરોડ ફાળવેલા છે.

(9:32 pm IST)