Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

અગમ્ય કારણોસર આણંદમાં મહિલાએ સેલફોસની ગોળીઓ ખાઈ જીવન ટૂંકાવ્યું

આણંદ:પંથકના ૧૦૦ ફુટ રોડ પર આવેલ એક સોસાયટીના મકાનમાં રહેતી મહિલાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર સેલ્ફોર્સની ગોળીઓ ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાની જાણ આણંદ સીટી પોલીસ મથકે થતા કાફલો તેના ઘરે પહોંચ્યો હતો. આ મહિલાના મૃતદેહને નજીકની હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.જ્યારે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ મહિલાએ કેમ સ્યુસાઈટ કર્યું તે રહસ્ય પરથી પોલીસ પડદો ઉચકી શકી નથી.
આ ઘટનામાં આણંદ સીટી પોલીસના જણાવ્યા મુજબ ૧૦૦ ફુટ રોડ પર આવેલ લકી હોસ્ટેલ પાછળ આવેલ મકાનમાં જયશ્રીબેન ઘનશ્યામભાઈ ઝાલા ઉ.વ.૩૮ રહે છે. આ મહિલાએ ગઈ કાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર સેલ્ફોર્સની ગોળીએ ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ આણંદ સીટી પોલીસ મથકે થતા કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આ મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે રહસ્ય પરથી પોલીસ પડદો ઉચકી શકી ન હોવાની માહિતી પ્રાપ્ય થઈ હતી.

(7:02 pm IST)