Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પાટણના ચાણસ્માના સધીમાતાના મંદિરે કાયમી ચોરી કરતા યુવકનો મોબાઈલ દાનપેટીમાં સરકી ગયો :બાતમીથી ભાંડો ફૂટ્યો

દાનપેટીમાંથી ચ્યુંગમ અને સળીયાથી રૂપિયા સેરવી લેતો :લોહચુંબક નાખ્યું તો દાનપેટી અને મંદિરની ચાવી મળી આવતા સાહિલે દાટ વાળ્યો :અંતે પરિવારના તમામને દબોચી લેવાયા ;રૂ,5,18 લાખના મુદ્દામાલની રિકવરીની તજવીજ

 

પાટણના ચાણસ્મા ગામમાં આવેલ સધીમાતાના મંદિરની દાનપેટીમાંથી કાયમી ચોરી કરતા યુવક સહીત પરિવારના તમામ સભ્યોને દબોચી લેતા ચોરીનો ભેદ ઉકેલાયો છે સધીમાતાના મંદિરમાં રાખેલી દાનપેટીમાંથી ચ્યુગ્મ અને સાલિયાની મદદથી રૂપિયા સેરવી લેતા યુવકનો મોબાઈલ દાનપેટીમાં પડી ગયો હતો ત્યારે મોબાઈલ કાઢવા માટે લોહચુંબક દાનપેટીમાં નખાતા આખી દાનપેટી અને મંદિરની ચાવી મળી આવતા દરરોજ બેધકડ રૂપિયા સહિતના મુદ્દામાલની ચોરી કરી જલસા કરતો હતો અંતે પોલીસે પરિવારના તમામને ઝડપી લઈને મુદ્દામાલની રિકવરી માટે તજવીજ હાથ ધરી છે

  જાણવા મળ્યા મુજબ પાટણ જિલ્લાનાં ચાણસ્મા ગામમાં ઉગમણા દરવાજા પાસે આવેલ રોહિતવાસમાં સધી માતાના મંદિરમાં બે દિવસ પૂર્વે પાંચ લાખ અઢાર હજારના મુદ્દામાલની ચોરી થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી ચાણસ્મા પોલીસે અંગત બાતમીદારોને કામે લગાડીને સંકાસ્પદ લોકોના નામ મેળવવાની તજવીજ હાથ ધરતા પોલીસને બાતમી મળી કે મંદિર પાસે રહેતો એક પરિવાર ચોરીમાં સંડોવાયેલો છે અને ભાગી જવાની ફિરાકમાં છે. ત્યાર બાદ પોલીસે પરિવારના બાળકોને પોલીસ સ્ટેસને લાવીને યુક્તિ પ્રયુક્તિ દ્વારા પુછતાજ કરતા સમગ્ર ચોરી ના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

  દરમિયાન એવું ખુલ્યું હતું કે સધીમાતાનાં મંદિરમાં રહેલ દાન પેટી આરોપીઓ માટે જાણે એટીએમ સમાન બની ગઇ હતી.આરોપી સાહિલ પરમાર દાન પેટીમાં રહેલ રૂપિયાને ચિન્ગમ તેમજ એક સળીયાના સહારે સેરવી લેતો હતો જોકે આરોપી સાહિલ મંદિર પાસેજ રહેતો હોય લોકોને તેના પર કોઈજ જાતનો વહેમ થવા પામ્યો નહતો મંદિર પણ મોડી રાત સુધી ખુલ્લું રહેતા આરોપીને ઘી કેળાં થઇ જવા પામ્યા હતા પૈસા ની જરૂર પડે ત્યારે આરોપી સળિયા ઉપર ચીન્ગમ લગાવીને મંદિરની દાન પેટીમાંથી પૈસા બહાર કાઢી લેતો હતો અને જલસા કરતો હતો.

   જોકે એક દિવસ આરોપી દાન પેટીમાં ચીન્ગમ લગાવીને ચોરી કરવા નીચે નમ્યો ત્યારે તેનો મોબાઈલ દાન પેટીમાં સરકી જતા આરોપીના હોંશ ઉડી ગયા હતા આરોપીને હું પકડાઈ જઈસ તેવો દર સતાવતો હતો તેથી તેને ફરી એક વાર તેના મગજ નો કસબ અજમાવ્યો અને દાન પેટીમાં લોહી ચુંબક નાખીને જોયું તો તેમાં તેને દાન પેટીમાંથી દાન પેટીની તેમજ મંદિર ની ચાવી મળતા તે પછી સાહિલે પાછળ વળીને ક્યારેય જોયું નહિ ને સતત ચોરી ની ઘટનાને અંજામ આપતો રહ્યો

   મંદિર ચોરી પ્રકરણમાં કુલ પાંચ આરોપીઓની સંડોવણી સામે આવી છે.જેમાં એકજ પરિવારના ત્રણ દીકરા તેમજ માતા જેમાં બે દીકરા સગીર વયના હોઈ પોલીસે તેમને પૂછતાછ કરીને જવા દીધા હતા જ્યારે પુખ્તવયના યુવાન તેમજ તેની માતા સામે ગુનામાં મદદગારી કરનાર ઇસમને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેમાં મુખ્ય સુત્રધાર (1) સાહિલ પ્રવીણભાઈ પરમાર (રહે, ચાણસ્મા) (2) ભગવતી પ્રવીણભાઈ પરમાર (રહે, ચાણસ્મા-આરોપી સાહિલની માતા) (3) અર્જુનજી કરસનજી ઠાકોર (રહે, જસલપુર - તા.ચાણસ્મા) હાલ પોલીસ ના મહેમાન બન્યા છે.તેઓએ ચોરેલા મુદ્દામાલમાં માતાજીના સોનાના અલગ અલગ આભૂષણો જેવાકે અઢી તોલાનો સોનાનો હાર માતાજીની સોનાની ચેન,સોનાની નથણી,સોનાના ચાંદલા,સોનાનું છત્તર સહીતના આભૂષણો તેમજ રોકડ મળી કુલ રૂપિયા 5,18000 ના મુદ્દામાલની ચોરી કરી હતી. જોકે મંદિરમાં કરેલ ચોરીના દાગીનાને આરોપીઓ ચાણસ્મા તેમજ સમી ના એક સોની વેપારીને વહેંચેલા હોય પોલીસે મુદ્દામાલ રીકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

 

(12:14 am IST)