Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સરકારી બાદ ખાનગી હોસ્પિ. કોરોના દર્દીઓથી હાઉસફૂલ

અમદાવાદમાં કોરોનાના સંક્રમણનો બીજો રાઉન્ડ : તહેવારમાં શહેરીજનો દ્વારા ઘરની બહાર નિકળી બજારમાં ખરીદી દરમિયાન તમામ નિયમોનો ભંગ કરવામાં આવ્યો

અમદાવાદ,તા.૧૯ : કોરોના કહેરનો બીજો રાઉન્ડ શરૂ થયો છેઅમદાવાદ શહેરની સરકારી બાદ હવે ખાનગી હોસ્પિટલ ફુલ થઇ છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડો ભરત ગઢવીનું નિવેદન આપતા કહ્યું હતુ કે સરકાર દ્વારા કરાયેલ છુટછાટનો લોકોએ દુર ઉપયોગ કર્યો અને સંક્રમણ વધ્યું છે. આજે  ખાનગી હોસ્પિટલ ૯૦થી ૯૫ ટકા બેડ ભરાયા ગયા છે. આઇ સી યુ વેન્ટિલરની અછત ઉભી થવાની શક્યતા છે. જો રીતે કોરોના સંક્રમણ વધશે તો સ્થિતિ વધુ બગડી શકે છે. અમદાવાદ શહેરના ૭૨ હોસ્પિટલ કોવિડ માટે કરાઇ રિઝર્વ કરાઇ છે . જેમા  ૨૨૫૬ બેડમાંથી ૨૦૮૫ બેડમાં દર્દીઓ દાખલ છે. ખાનગી હોસ્પિટલ હવે માત્ર ૧૭૧ બેડ ખાલી રહ્યા છે. આઇસોલેશનમાં ૭૮૬ દર્દી , તેમાં જગ્યા ખાલી માત્ર ૮૯ ખાલી છે .

એચડીયુમાં ૭૯૪ દર્દી, તેમા ૯૪ બેડ ખાલી છે. વેન્ટિલટર વગરના આઇસીયુ પર ૩૪૬ દર્દીઓ સારવાર પર, માત્ર ખાલી ૨૯ છેવેન્ટિલર વિથ આઇ સી યુ  પર ૧૫૬ દર્દીઓ સારવાર પર જે પૈકી ખાલી માત્ર ૧૬ હાલ ઉપલબ્ધ છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતા અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગુપ્તીની અધષક્ષતામા બેઠક મળી હતી. જેમા એએમસીના ઉચ્ચ અધિકારીઓ વર્તમા કોરોના અંગે સમિક્ષા કરી હતી. રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકના અનેક તારણો કોરોના સંક્રમણ વધવા પાછળના કાઢવાનાં આવ્યા હતા. તાજેતરમાં તહેવાર દિવસ દરમિયાન કેટલાક શહેરીજનોએ ઘરની બહાર નિકળી બજારમાં ખરીદી દરમિયાન તેમજ હરવા ફરવા દરમિયાન માસ્ક પહેરવાનું,

સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું વગેરે કોવિડ-૧૯ નિયમનું પાલનની મહત્વની વાત સાથે દુર્લભ સેવ્યું હતુ. તેમજ તહેવાર દિવસ દરમિયાન બહાર ગામ જવાના તેમજ બહારથી સગાવાલા શહેરમાં પ્રવેશ કરવાના કારણે મોટા પ્રમાણમાં થયેલ અવર જવર જેવી બાબતના કારણે અમદાવાદ શહેરની કોરોના સંક્રમણ કેસમાં વધારો જોવા મળ્યો છે. શહેરમાં સરકારી હોસ્પિટલ અને ૭૬ કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે કુલ મળીને ૭૨૭૯ પથારી ઉપલબ્ધ છે. તે પૈકી હાલમાં ૨૮૪૮ પથારીઓ ( લગભગ ૪૦ ટકા ) ખાલી છે. હાલ કોરોના દર્દીઓ માટે સરકાર હોસ્પિટલમાં ૨૩૪૭ અને ખાનગી હોસ્પિટલમા ૫૦૧ પથારી ખાલી છે.

(7:39 pm IST)