Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સુરતની ટ્રાયસ્ટાર હોસ્પિટલના ભીષણ આગ ભભૂકી :તમામ 16 દર્દીઓને બચાવવા દોડાદોડ

ફાયર વિભાગના 10 ટીમ ઘટના સ્થળે પહોંચી : નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા

સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને પગલે ફાયર વિભાગના 10 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સારવાર લઈ રહેલા તમામ 16 દર્દીઓને શિફ્ટ કરાયા હતા. આ આગ શોર્ટસર્કિટથી આગ લાગી હતી જોકે, સર્વર રૂમમાં લાગેલી આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી . ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતા નજીકમાં પોઈન્ટ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન પણ દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ કામમાં જોડાઈ ગયા હતા.

  ટ્રાઈસ્ટાર હોસ્પિટલના સંચાલકે જણાવ્યું કે, આગ લાગતા જ હોસ્પિટલનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી દેવાયો હતો. હોસ્પિટલમાં આગ લાગતા તમામ દર્દીઓને શિફ્ટ કરી દેવાયા હતા. દર્દીઓને કોઈ પણ પ્રકાની ઈજા પહોંચી ન હતી. હોસ્પિટલ પાસે તમામ પ્રકારની એનઓસી છે. તેમજ તમામ સિસ્ટમ પણ કાર્યરત છે. જોકે, હોસ્પિટલના સંચાલકે મીડિયાથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

(11:30 am IST)