Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

વડોદરામાં સફાઈ કામદાર પર નજીવી બાબતે જીવલેણ હુમલો થતા ગુનો

વડોદરા:ડ્રેનેજ સફાઇ કામગીરી કરવા માટે ગયેલા સફાઇકામદાર સાથે ઝઘડો કરી જાતિ અપમાનિત શબ્દો કહેનાર સ્થાનિક રહીશ સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.બનાવના પગલે પાણીગેટ પોલીસ સ્ટેશન પર સફાઇ કામદારો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા.

વાડી નાની શાકમાર્કેટ પાછળ જાંબુડી કૂઇમાં રહેતા હિતેશકુમાર દિનેશભાઇ  પરમાર વોર્ડ નંબર - ૩ માં સફાઇ કામદાર તરીકે કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે.એક વાતચીત દરમિયાન હિતેશકુમારે જણાવ્યું હતું કે,આજે સવારે હું અને અન્ય કામદારો જેટીંગ મશીન સાથે ડભોઇરોડ ગણેશનગર ચાર રસ્તા પાસે માળી મહોલ્લામાં ડ્રેનેજની સફાઇ કરવા ગયા હતા.તે સમયે માળી મહોલ્લામાં રહેતો રણજીત મગનભાઇ માળી આવ્યો હતો.અમે તેને કહ્યું હતું કે,હાલમાં અમે સળિયા નાંખી ડ્રેનેજની સફાઇ કરીએ છીએ.જો સળિયાની લાઇન ખુલ્લી નહી થાય તો તમે વોર્ડ ઓફિસમાં જઇને અરજી કરજો.ત્યારબાદ ત્યાંથી મશીન આવશે.મારી વાત સાંભળીને રણજીત માળી ઉશ્કેરાઇ ગયો હતો.અને મને જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા.તેણે મારી ફેંટ પકડી લીધી હતી.દરમિયાન બાલકૃષ્ણ ચીમનભાઇ માળી પણ ત્યાં આવી ગયા હતા.તેણે મને માર માર્યો હતો.રણજીત દોડીને લાકડી લઇ આવ્યો હતો.પણ હું નજીકની દુકાનમાં સંતાઇ ગયો હતો.મેં પોલીસ કંટ્રોલરૃમમાં ફોન કરતા પોલીસ આવી ગઇ હતી.પાણીગેટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

(5:27 pm IST)