Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

વડોદરા જીલ્લાના ચકચારી પીઆઇ અજય દેસાઇના પત્‍ની સ્‍વીટી પટેલ હત્‍યા કેસમાં કોર્ટમાં 1300 પાનાની ચાર્જશીટ દાખલઃ સ્‍વીટીના બળેલા હાડકાની તપાસ માટે અમેરિકા મોકલાશે

પોલીસ દ્વારા તમામ પુરાવા સાથે 100 જેટલા લોકોના નિવેદનો લેવાયા

વડોદરાઃ વડોદરા જિલ્લાના ચકચારી હત્યા કેસ એટલે કે પીઆઈ અજય દેસાઈએ તેની પત્ની સ્વિટી પટેલની કરેલી હત્યા કેસમાં તપાસ અધિકારીઓએ કોર્ટમાં 1300 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં બે અલગ-અલગ કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો. તો સ્વિટીના બળેલા હાડકાની તપાસ માટે અમેરિકા મોકલવાનો નિર્ણય પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

સ્પિટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો હતો કે અજય દેસાઈએ સ્વિટી પટેલની હત્યા કરી તેની લાશને દહેજવા અટાલી પાસે એક અવાવરૂ મકાન પાસે લઈને સળગાવી દીધી હતી. કિરીટસિંહે પીઆઈ દેસાઈની મદદ કરી હતી.

પોલીસે આ મામલે સમગ્ર તપાસ હાથ ધરીને કોર્ટમાં 1300 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે તમામ પૂરાવા સાથે 100 જેટલા વ્યક્તિઓના નિવેદનો પણ લીધા છે. તો પોલીસે બે અન્ય કલમનો ઉમેરો પણ કર્યો હતો.

2015માં સ્વિટી પટેલ અને દેસાઇ એક સામાજિક પ્રસંગમાં સંપર્કમાં આવ્યા હતા. સ્વિટી પટેલે લગ્ન કર્યાનાં 1 જ મહિનામાં છુટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ દેસાઇ અને બંન્ને સાથે રહેવા લાગ્યા હતા. પીઆઇએ પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત જ્યાં મૃતદેહ હતો ત્યાં હોટલના માલિકને પણ ઝડપી લેવાયો હતો.

(4:29 pm IST)