Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સુરતની મેટાસ સ્‍કૂલ દ્વારા 40 વાલીઓ પાસેથી ડોનેશન ઉઘરાવતા વિરોધ પ્રદર્શન સાથે ધરણા

Photo: Surat-parents-protests

સુરતઃ શહેરની મેટાસ સ્કૂલના વાલીઓમાં સ્કૂલ દ્વારા ઉઘરાવવામાં આવતા ડોનેશનને લઈને રોષ વ્યાપી ગયો છે. વાલીઓનો આરોપ છે કે એડમિશનના નામે સ્કૂલ દ્વારા ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં 40 જેટલા વાલીઓ પાસેથી ડોનેશન ઉઘરાવવામાં આવ્યો છે. વાલીઓ મોટી સંખ્યામાં ડીઇઓ કચેરીએ સ્કૂલ દ્વારા ઉઘરાવવામાં આવી રહેલા ડોનેશન સામે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેઓએ તેના પુરાવા તરીકે ડોનેશન ઉઘરાવવામાં આવ્યું તેની રસીદો પણ રજૂ કરી હતી.

વાલીઓએ મોટાપાયા પર વિરોધ પ્રદર્શન કરતાં વિવિધ પ્રકારના બોર્ડ અને સૂત્રો લખેલી બાબતો સાથે ધરણા યોજ્યા હતા. આ ઉપરાંત સરકારના શાળાકીય બાબતોનું નિયમન કરતા સત્તાવાળાઓ દ્વારા શા માટે પગલાં લેવામાં આવી રહ્યા નથી તેમ જણાવ્યું હતું. શાળાઓ આ રીતે બેફામ બનીને એડમિશન ફીના નામે ડોનેશનના સ્વરૂપમાં ઉઘાડી લૂંટ ચલાવે છે અને સરકાર આ મુદ્દે શા માટે નિષ્ક્રિય છે તેવો સવાલ પણ આ વાલીઓએ પૂછ્યો હતો.

(4:50 pm IST)