Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગાંધીનગર:અંડરપાસની કામગીરી કરવા આસપાસમાં દબાણરૂપ 500 જેટલા ઝુંપડાઓ પર બુલડોઝર ફેરવવામાં આવશે

ગાંધીનગર: શહેરના કેપીટલ રેલવે સ્ટેશન પાછળ રોડથી વાવોલ સાથે જોડતો અંડરપાસ બનાવવામાં આવ્યો છે અંડરપાસની કામગીરી લગભગ પુર્ણ થઇ ગઇ છે ત્યારે બાકી રહેલી કામગીરી માટે અહીંના કાચા પાકા ઝુંપડાઓ સહિત ૫૦૦ જેટલા દબાણો નડતરરૂપ છે જેથી અહીં ઝુંપડાધારકોને દુર કરવા માટે આવતીકાલે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. અહીં દબાણો દુર કરીને બાકી રહેલી કામગીરી પુર્ણ કરવામાં આવશે ત્યાર બાદ રોડથી વાવોલને જોડતો વધુ એક માર્ગ વાહનચાલકોને મળશે.

ગાંધીનગરના કેપીટલ રેલવે સ્ટેશનના પાછળના ભાગે રોડથી રોડ એટલે કે, વાવોલ સાથે જોડતો અંડરપાસ ૩૩ કરોડના ખર્ચે બનાવવાની કામગીરી બે વર્ષ પહેલા હાથ ધરાઇ હતી અંડરપાસની મોટાભાગની કામગીરી પુર્ણ થયા બાદ રોડ તરફના છેડાની કામગીરી કરવા માટે અહીંના ઝુંપડા નડતરરૂપ હતા જેને લઇને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી

(5:29 pm IST)