Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કર્મકાંડી બ્રાહ્મણો-પૂજારીઓનાં રાહત પેકેજની તૈયારી

રાજકોટ જીલ્લાનાં મંદિરોનાં પૂજારી-કર્મકાંડી બાહ્મણોનો સર્વે કરાવવા મૂખ્યમંત્રીનો આદેશ : યાત્રધામ વિકાસ બોર્ડનાં સચિવે કલેકટરને પત્ર પાઠવી વિગતો મંગાવી

રાજકોટ,તા.૧૯ : કોરોના કાળમાં લોકડાઉન અને કોરોનાં સંબંધી કડક નિયમોને કારણે મંદિર અને કર્મકાંડની આવક ઉપર નભતાં પૂજારી તથા બ્રાહ્મણોની આર્થિક સ્થાયી કથળી છે ત્યારે રાજ્ય સરકારે બ્રાહ્મણો અને પૂજારીઓ માટે  પેકેજ આપવાની તૈયારી શરૂ કર્યાનું જાણવા મળ્યું જાણવા મળ્યાં મુજબ રાજકોટ જીલ્લાનાં મંદિરોનાં  પૂજારીઓ તથા કર્મકાંડી બ્રાહ્મણોની સંખ્યાનો સર્વે કરાવી અને તેથી વિગતો સરકારને મોકલવાં યાત્રાધામ વિકાસ બોર્ડનાં સચિવએ જીલ્લા કલેકટરને પણ પાઠવ્યો છે.

આ પત્રમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલય મારફત તેમજ અન્ય રાજકીય અને સામાજીક મહાનુભવો મારફત મંદિરના પુજારી તેમજ પૂજાપાઠ અને કર્મકાંડ ઉપર નભતા કર્મકાંડી બાહ્મણો કોરોનાં માહામારીને કારણે થયેલ નુકસાન પરત્વે રાહત પેકેજ  અપવાની જુદી-જુદી રજુઆત મળેલ છે.

ઉકત રજુઆતોના સંદર્ભમાં આપના જિલ્લામાં આવેલ તમામ મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને આપના જિલ્લામાં પૂજાપાઠ અને કર્મકાંડ ઉપર નભતા કાર્મકાંડી બ્રાહ્મણોની સંખ્યા કેટલી થવા સંભવ છે. તેની તાલુકાવાર વિગતો મોકલી આપવા જેથી આ માહિતી સંદેર્ભે મુખ્યમંત્રી કક્ષાએ નજીકના ભવિષ્યમાં ચર્ચા થનાર હોઇ તાત્કાલિક વિગતો પૂરી પાડવાની હોઇ દિન-૨માં તમામ વિગતો આપવા પત્રમાં જણાવાયુ છે.

(2:35 pm IST)