Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

નર્મદા કલેકટર કચેરીના જન સેવા કેન્દ્ર સહિત 08 એકવા પ્યુરી ફાયર- વોટર કુલરની સુવિધા ખૂલ્લી મુકવામાં આવી

(ભરત શાહ દ્વારા)- નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરાલય સહિત જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન ખાતેના કાર્યાલય વગેરે માટે હાથ ધરાયેલા વોટર સેનિટેશન પાયલોટ પ્રોજેક્ટ અન્વયે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ રવિભાઇ માછી, જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, શહેરના અગ્રણી રમણસિંહ રાઠોડ, રાજેન્દ્ર ભાઇ પટેલ અને નીલ રાવ સહિત જિલ્લાના પાણી પુરવઠા અને માર્ગ-મકાન વિભાગના ઇજનેર વગેરેની ઉપસ્થિતિમાં કલેક્ટરાલયના જન સેવા કેન્દ્ર સહિત કુલ-૮ એકવા પ્યુરી ફાયર-વોટર કુલરની સુવિધા ખૂલ્લી મુકવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લા સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર્યરત જન સેવા કેન્દ્ર ખાતે આવતા મુલાકાતીઓ માટે પણ વોટર કુલરની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન ખાતે આ આઠ વોટર કુલર પૈકી પાંચ નવા વોટર કુલર ઉપરાંત ત્રણ જૂના વોટર કુલરને દુરસ્તી સાથે પુન: કાર્યાન્વિત કરવામાં આવ્યાં છે. જિલ્લા સેવા સદનમાં કલેક્ટર કચેરી સહિત જુદી જુદી ૩૪ જેટલી કચેરીઓના આશરે ૨૦૦ થી ૩૦૦ જેટલાં અધિકારીઓ- કર્મચારીઓ તેમજ રોજના આવતા મુલાકાતીઓ માટે આ સુવિધા મારફત ૩૫૦ થી ૫૦૦ જેટલાં TDS વાળા પાણીની સુવિધા ઉપલબ્ધ થવાથી લોકોની આરોગ્ય અને જનસુખાકારી પણ જળવાઇ રહેશે. આ અગાઉ જુદી જુદી કચેરીઓ દ્વારા રોજે રોજ મિનરલ વોટર પાણીના જગ માટે થતા વાર્ષિક આશરે ૧૦ લાખ રૂપિયાના ખર્ચની પણ હવે બચત થશે.

(12:03 am IST)