Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ડેડીયાપાડાના નિઘંટ ગામમાં જુગાર રમતા 7 જુગારીયા ઓને રૂપિયા ૮૨૫૦ના મુદામાલ સાથે દબોચી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિઘંટ ગામમાં જુગાર રમતા સાત શખ્સોને મુદામાલ સાથે ડેડીયાપાડા પોલીસે ઝડપી લીધા છે.
 ડેડીયાપાડા પોલીસે મળેલી બાતમીના આધારે નિઘંટ ગામમાં જુગાર પર છાપો મારતા ત્યાં જુગાર રમતા ( ૧ ) રતિલાલ મૂળજીભાઈ વસાવા( ૨ )ગણપતભાઈ ઠાકુરભાઈ વસાવા( ૩ ) આશીષભાઇ કોટેસીગભાઈ વસાવા( ૪ ) કલ્પેશભાઈ કોટેસીગભાઈ વસાવા( ૫ ) સુનિલભાઈ સુરેશભાઇ વસાવા ( ૬ ) મુકેશભાઇ કાંતીભાઈ વસાવા અને ( ૭ ) સંદીપભાઈ દીપસીંગભાઈ વસાવા (તમામ રહે.નિગટ કાટા ફળિયું તા.ડેડીયાપાડા)  ને કાટા ફળિયા માં રતિલાલ મૂળજીભાઈ વસાવાના રહેણાક ઘરની પાછળ વાડામાં હાર જીતનો જુગાર રમતા ઝડપી તેમની અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧૪૧૦ તથા દાવ પરના રોકડા રૂપિયા ૩૪૦-મળી કુલ રોકડા રૂપિયા ૧૭૫o- તથા મોબાઈલ નંગ -૦૪ કી.રૂ ૬,૫૦૦ મળી કુલ રૂપિયા ૮૨૫૦ ના જુગારના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:57 pm IST)