Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સાગબારા ફોરેસ્ટ ઓફિસના કર્મીને બદનામ કરવાની ધમકી આપી રૂપિયાની માંગ કરનાર નઝીર મકરાણી સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા ફોરેસ્ટ ઓફીસના કર્મચારીને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરનાર શખ્સ સામે ફરીયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્રભાઈ સુકલાલભાઈ વસાવા( રહે.અમીયાર, રેંજ ફોરેસ્ટ ઓફિસ સાગબારા )ખાતે કોમ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હોય નઝીર ગુલામ રસુલ મકરાણી રહે.સેલંબા એ તેના વિરૂધ્ધમાં ખોટા આક્ષેપો વાળી અરજી કરી બદલી કરાવી નાખવાની ધમકી આપી અરજી પાછી ખેંચવા માટે મહેન્દ્રભાઈ પાસે થી રૂપિયા પાંચ હજારની માંગણી કરી બળજબરીથી પૈસા કઢાવી લેવાની કોશિષ કરી તેમજ મહેન્દ્રભાઈ અનુસુચીત જનજાતીના હોય નઝીર મકરાણી એ તેમને જાતી વિશે અપમાન જનક શબ્દ બોલી માર મારવાની ધમકી આપતા સાગબારા પોલીસે એકટ્રોસીટી સહિતની કલમો લગાવી નઝીર મકરાણી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:54 pm IST)