Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અમદાવાદના કૃષ્ણનગરમાં ઉદયગ્રીન પાર્ટી પ્લોટમાં લગ્નમાં કન્યાના જ દાગીનાની ચોરી

લોકો લગ્ન માણવામાં મશગુલ હતા ત્યારે બાળકે કરી હાથ સફાઈ : ગઠિયો કન્યાને આપવાના દાગીના લઈ ફરાર

અમદાવાદ શહેરમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યાં છે .ચોર અવનવી તરકીબ અપનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે ચોરીના બનાવો સતત પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે.ત્યારે અમદાવાદમાં કૃષ્ણનગરમાં ઉદયગ્રીન પાર્ટી પ્લોટમાં એક લગ્ન યોજાયા હતા. નરોડામાં રહેતા જીંડવા ગામના વતની પટેલ ધનજીભાઈ મુળજીભાઈને ત્યાં જાન આવી હતી. સામે પક્ષે અરવલ્લીના બાયડના જૂની વાસ ગામેથી મનુભાઈ ધુલાભાઈને ત્યાંથી જાન આવી હતી.જેમાં આ લગ્ન પ્રસંગ દરમિયાન કન્યાના જ દાગીનાની ચોરી થઈ ગઈ છે. લગ્નમાં લોકો એકબીજા સાથે વાત કરવામાં મશગૂલ હતા. ત્યારે એક બાળકે પોતાની હાથનો સફાયો કર્યો હતો.સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.જ્યારે cctvમાં એક બાળક સ્પષ્ટપણે સોના દાગીનાનો થેલો લઈ જતો જોવા મળી રહ્યો છે. કૃષ્ણનગર પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. 

(11:15 pm IST)