Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

અમદાવાદના સેટેલાઈટમાં તાંત્રિક વિદ્યાર્થી આર્થિક મુશ્કેલી દૂર કરવાનું કહી લોકો પાસેથી 94.66 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરનાસેટેલાઈટમાં રહેતી વ્યકિતને તાંત્રિક વિદ્યાથી આર્થિક મુશ્કેલી દૂરકરી રૃપિયાનો વરસાદ વરસાવશે કહીને દાગીના અને રોકડ રકમ મળીને ૯૪.૬૬ લાખની છેતરપિંડી કરનારા ગાંધીનગરના હિતેષ એચ.યાજ્ઞિાક સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.    

સેટેલાઈટમાં જયમા સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ બી.મહોરોવાલા(૪૯) છુટક મજુરી કરે છે. જીગ્નેશભાઈએ પોતાની નબળી આર્થિક સ્થિતી અંગે  મુળ ગાંધીનગરના અને નારણપુરામાં રહેતા હિતેશ ઉર્ફે ઘનશ્યામ એચ.યાજ્ઞિાક સાથે ઓળખાણ થઇ હતી તે જ્યોતિષકામ જાણતા હોવાથી તંત્ર મંત્રથી તમારી સમસ્યા દુર કરી આપશે, કહ્યું હતું. બાદમાં હિતેશે જીગ્નેશભાઈને તમારા ઘરમાંથી અમુક નડતરરૃપ વસ્તુઓ કાઢી નાંખવાનું કહીને તેમના ઘરમાં એક કુલડી દાટી દીધી હતી.

 બાદમાં ૨૦૧૬થી હિતેશે ધાર્મિક વિધીઓ કરવાને બહાને જીગ્નેશભાઈ પાસેથી પૈસા લેવાનું શરૃ કર્યું હતું.કચ્છમાં એક મરણ ગયેલી વ્યક્તિની ૫૦ હજાર એકર જમીન ઓછા ભાવે ખરીદી તમને અપાવીશ અને મોટી કંપનીને ઉંચા ભાવે વેચાણ કરી અઢળક રૃપિયા અપાવશે, એવી લાલચ આપી હતી. ત્યારબાદ હિતેશ તેમને વાડજમાં લેન્ડ સર્વિસની ઓફિસ ધરાવતા રાજુ યાત્રિકની ઓફિસે લઈ ગયો હતો અને કચ્છની જમીનના કાગળો બતાવ્યા હતા.જેમાં જીગ્નેશભાઈએ હિતેશના ખાતામાં ટુકડે ટુકડ ે૬૩.૬૩ લાખ જમા કરાવ્યા હતા. તે સિવાય તેમની બહેન અને પિતાની એફડી અને બચતના ૨૫.૭૨ લાખ હિતેષના ખાતામાં જમા કરાવ્યા હતા.

 

(5:50 pm IST)