Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વડોદરાના ગોરવા કરોડિયા રોડ નજીક ભાડુતને હેરાન કરતા પાડોશીને સમજવવા ગયેલ મકાનમાલિકને માર મારતા પોલીસ ફરિયાદ

વડોદરા: ગોરવા કરોડિયા રોડ પર ભાડૂતને  હેરાન કરતા પાડોશીને સમજાવવા ગયેલા મકાનમાલિકને માર મારવામાં આવ્યો હતો.જે અંગે ગોરવા પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગોરવા કરોડિયા રોડ પર રહેતા ઠાકોરભાઇ ધુળાભાઇ મકવાણા વડોદરા રેલવે હેડ ક્વાર્ટર રાવપુરામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે.ઠાકોરભાઇએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,આજે રવિવારે રજા હોય હું મારા ઘરે હતો.મારૃં એક મકાન ગોરવા  હનુમાન ફળિયામાં છે.જે મકાનમાં ભાડૂત  તરીકે સુરદાસ બાલકદાસ રાઠવા  રહે છે.સવારે સાડા નવ વાગ્યે મારા ભાડૂતે મને ફોન કરીને જણાવ્યું  હતું કે,તેમની નજીકમાં  રહેતા જ્યંતિભાઇ રોહિત અને તેમના બે પુત્રો તેમની સાથે ઝઘડો કરે છે.જેથી,હું ત્યાં ગયો હતો.અને જ્યંતિભાઇને કહ્યું હતું  કે,તમે કેમ મારા ભાડૂતને હેરાન કરો છો?જ્યંતિભાઇ તથા તેમના  બે પુત્રો મારા પર ઉશ્કેરાઇ ગયા હતા.અને મને ગાળો બોલવા લાગ્યા હતા.જ્યંતિભાઇનો મોટા પુત્ર સંદિપે મને પથ્થરની પટ્ટી વડે માર માર્યો હતો. જ્યંતિભાઇ અને તેમનો પુત્રોએ મને પથ્થરો  પણ માર્યા હતા.

 

(5:48 pm IST)