Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વડોદરાની સબ રજીસ્ટર કચેરીમાં મિલકતની નોંધણી કરતા ઓપરેટરો હડતાલ પર ઉતરી જતા કામકાજ ઠપ્પ

વડોદરા: શહેરની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલકતની નોંધણી કરતા ઓપરેટરો હડતાલ પર ઉતરી જતા દસ્તાવેજોની નોંધણીનું કામ ઠપ થઈ ગયું છે.

વડોદરામાં કુબેર ભવન તેમજ વિવિધ ઝોનમાં મકાનો તેમજ અન્ય મિલકતો ના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. દસ્તાવેજો નોંધતી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટરના ઓપરેટરો છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા.

મળતી માહિતી મુજબ 60 કેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને પાંચ મહિનાથી પગાર નહીં મળતો હોવાથી અને તેમની રજૂઆતો કાને નહીં લેવાથી હોવાથી નાછૂટકે તેમણે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

પરિણામે આજે ઓપરેટરો એ કામ કરવાનું બંધ કરી દેતાં ઠેકાણે દસ્તાવેજો કરવા આવેલા લોકો અટવાઈ ગયા હતા.  ઇન્સ્પેક્ટર ઓફ રજીસ્ટ્રાર ચારેલ એ કહ્યું હતું કે, ઓપરેટરોના પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયત્નો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓ કામે લાગી હશે.

(5:48 pm IST)