Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સુરતના સચિન ચાર રસ્તા નજીક ટેમ્પામાં ભેંસની ગેરકાયદે હેરાફેરી કરનાર ડ્રાઈવર સહીત ચારને સામાજીક કાર્યકર્તાઓની ટીમે બચાવી પોલીસ હવાલે કર્યા

સુરત: શહેરનાસચિન ચાર રસ્તા નજીકથી સામાજીક કાર્યકરોએ ટેમ્પોમાં ભેંસ અને પાડાની ગેરકાયદે હેરાફેરી કરી રહેલા ડ્રાઇવર સહિત ચારને ઝડપી પાડી સચિન પોલીસને હવાલે કર્યા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સચિન સ્લમ બોર્ડ નજીક ગોપાલ નગરમાં રહેતા સામાજીક કાર્યકર હિતેશ હામાભાઇ ભરવાડ (ઉ.વ. 21) ને મળેલી બાતમીના આધારે સચિન ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલા છોટા હાથી ટેમ્પો નં. જીજે-05 બીએક્સ-7906 ને અટકાવ્યો હતો. પ્લાસ્ટિકથી ઢાંકેલા ટેમ્પોને ચેક કરતા તેમાંથી 1 ભેંસ અને એક પાડાને દોરડાથી ક્રુરતા પૂર્વક બંને પગ બાંધેલા હતા. જેથી તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સચિન પોલીસ દોડી આવી હતી.

પોલીસે ટેમ્પો ડ્રાઇવર મોહમદ નાઝીમ મુનાવર શેખ (ઉ.વ. 36 રહે. શાબરી નગર, ભરીમાતા), ક્લીનર નીવરૂદ્દીન સેફુદ્દીન અંસારી (ઉ.વ. 55 રહે. નીરી મહોલ્લો, રામપુરા) અને ટેમ્પોમાં સવાર અન્ય બે મોહમદ ઇરફાન મોહમદ હનીફ શેખ (ઉ.વ. 37 રહે. રેશમવાડ, સલાબતપુરા) અને મોહમદ મોહસીન મોહમદ હાસીમ શેખ (ઉ.વ. 32 રહે. હોળી બંગલા સ્કુલ નજીક, સૈયદપુરા ટુંકી) સમક્ષ પશુઓને હેરાફેરી કરવાની પરમીટની માંગણી કરી હતી. પરંતુ તેમની પાસે પરમીટ નહીં હોવાથી પોલીસે ભેંસ, પાડો અને ટેમ્પો મળી કુલ રૂ. 2.14 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ચારેય વિરૂધ્ધ પશુઓ ક્રુરતા અને ગેરકાયદે હેરાફેરી કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:47 pm IST)