Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

મહુધા પોલીસે કતલખાને લઇ જવાતા બે પશુઓને બચાવી એક શખ્સની ધરપકડ કરી

નડિયાદ : મહુધા પોલીસે કતલખાને લઇ જવાતા પશુઓને બચાવ્યા છે. આ બનાવમાં પોલીસ ટીમે હજારો રૂપિયાના મૂદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક વ્યક્તિ પોલીસને હાથતાળી આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

મહુધા સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે સિંહુજ ચોકડી તરફથી એક રીક્ષા પુરઝડપે આવી રહી હતી. વળી રીક્ષાની પાછળી સીટ ઉપર ચાદરથી કંઇક ઢાક્યુ હતુ.જેથી શંકા જતા રીક્ષાને ઉભી રહેવા ઇસારો કર્યો હતો. તે સમયે એક વ્યક્તિ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જ્યારે પરેશકુમાર રમણભાઇ પટેલને પોલીસે ઝડપી પાડયો હતો. રીક્ષામાં તપાસ કરતા વાછરડા મળી આવ્યા હતા. વાછરડાને પાણી કે ઘાસ ચારાની કોઇ વ્યવસ્થા કરાઇ ન હતી.તેમજ નિર્દયતાથી ભરી કતલખાને લઇ જવાતા હોવાની શંકા છે. પોલીસ ટીમે પશુ હેરફેર માટેનુ લાયસન્સ માંગતા તે ન હોવાનુ જણાવ્યુ હતુ.પોલીસ ટીમે વાછરડા નં-૨ કિ.રૂા.૭,૦૦૦,રીક્ષા કિ. રૂા. ૫૦, ૦૦૦, મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦ એમ મળી કુલ રૂા.૫૭,૫૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે પરેશકુમાર રમણભાઇ પટેલ અને લાલાભાઇ હુકાભાઇ ચૂનારા વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:44 pm IST)